Nirav Modi`s brother Nehal Modi Arrested: પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નાના ભાઈ નિહાલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી અમેરિકાના વહીવટીતંત્રે જ ભારતને આપી છે.
નેહલ મોદી અને નીરવ મોદી (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નાના ભાઈ નિહાલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી અમેરિકાના વહીવટીતંત્રે જ ભારતને આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI એ નિહાલના પ્રત્યાર્પણ માટે અમેરિકાને અપીલ કરી હતી. અમેરિકાએ કહ્યું કે નિહાલ મોદીને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી 17 જુલાઈએ કોર્ટમાં થશે, જેમાં તે જામીન માગી શકે છે. જો કે, સરકારી વકીલ તેના જામીનનો વિરોધ કરશે.
યુએસ પ્રોસિક્યુટર્સ (US Prosecuters) દ્વારા બે આરોપો પર પ્રત્યાર્પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, એક પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act), 2002 ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો અને બીજો ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 201 (ફરાર) હેઠળ ગુનાહિત કાવતરું કરવાનો. નિહાલ (46 વર્ષ) પંજાબ નેશનલ બેંક સાથે સંકળાયેલા 13,000 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં આરોપી છે.
ADVERTISEMENT
આ કેસ અત્યાર સુધીના સૌથી મોટા છેતરપિંડીના કેસોમાંનો એક છે. બે ભાઈઓ (નીરવ અને નિહાલ મોદી) અને તેમના સંબંધી મેહુલ ચોક્સી પર છેતરપિંડીનો આરોપ છે. પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નાના ભાઈ નિહાલની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી અમેરિકાના વહીવટીતંત્રે જ ભારતને આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI એ નિહાલના પ્રત્યાર્પણ માટે અમેરિકાને અપીલ કરી હતી. નિહાલ (46 વર્ષ) પંજાબ નેશનલ બેંક સાથે સંકળાયેલા 13,000 કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસમાં આરોપી છે.
પંજાબ નેશનલ બેન્ક – પીએનબી (Punjab National Bank - PNB) સહિત ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી (Nirav Modi)ને વધુ એક ઝટકો લાગ્યો છે. ફરી એકવાર તેમનું જેલમાંથી બહાર આવવાનું સ્વપ્ન તૂટી ગયું છે. તેમના જામીન ૧૦મી વખત ફગાવી દેવામાં આવ્યા છે. લંડન (London)ની હાઈકોર્ટ ઓફ જસ્ટિસ, કિંગ્સ બેન્ચ ડિવિઝને ગુરુવારે ફરી એકવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી (Nirav Modi Bail Plea) હતી. લંડનની હાઈકોર્ટ (London`s High Court) ઓફ જસ્ટિસ, કિંગ્સ બેન્ચ ડિવિઝને ગુરુવારે નીરવ મોદીની તાજેતરની જામીન અરજી ફગાવી દીધી હતી. નીરવ મોદીએ જેલમાંથી બહાર આવવા માટે આ અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન – સીબીઆઈ (Central Bureau of Investigation - CBI)ના મજબૂત દલીલોને કારણે તેને રાહત મળી ન હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન, સીબીઆઈ ટીમે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (Crown Prosecution Service - CPS) સાથે મળીને સમગ્ર કેસમાં ભારત સરકારનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો.

