Odisha Crime: રવિવારે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
ઉદિત પ્રધાન
કૉન્ગ્રેસ સ્ટુડન્ટ વિંગના અને ઓડિશા (Odisha Crime)ના નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઉદિત પ્રધાન મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ઉદિત પ્રધાને એક ગર્લ સ્ટુડન્ટ સાથે દુષ્કર્મ આચર્યું છે તે મુદ્દે તેઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી તે અનુસાર તેઓની ધરપકડ કરી લેવાઈ છે. આ બનાવ ૧૮મી માર્ચે બન્યો હતો, પરંતુ રવિવારે ફરિયાદ નોંધાઈ હતી. અને ઉદિત પ્રધાનની ધરપકડ કરાઇ છે.
ઉદિત પ્રધાનને બળાત્કારના આરોપમાં અરેસ્ટ કરવામાં તો આવ્યા છે સાથે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરાયા છે. એનએસયુઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હરું કે, "વર્તમાન ઘટનાને ધ્યાનમાં રાખતાં એનએસયુઆઈ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓડિશા રાજ્ય (Odisha Crime) અધ્યક્ષને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એનએસયુઆઈ લિંગ આધારિત અન્યાય સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. બાલાસોર પીડિતાને ન્યાય અપાવવા માટે અમારી લડાઈ ચાલુ જ રહેશે"
ADVERTISEMENT
રિપોર્ટ પ્રમાણે પીડિતા તેની બહેનપણી સાથે ભુવનેશ્વરમાં માસ્ટર કેન્ટીન સ્ક્વેર ખાતે ગઈ હતી. ત્યાં બહેનપણીએ પીડિતનો પરિચય ઉદિત પ્રધાન સાથે કરાવ્યો હતો. ત્યારબાદ તેઓ બધાં ઉદિત પ્રધાનના વાહનમાં બેસીને નયાપલ્લી વિસ્તારમાં આવેલ એક હોટલમાં પહોંચ્યાં હતાં. ઉદિત પ્રધાને પીડિતાને સોફ્ટ ડ્રિંક આપ્યું હતું. જેમાં તેઓએ ડ્રગ્સ ભેળવ્યું હતું. આ સોફ્ટ ડ્રિંક પીધાના થોડા ક સમયમાં પીડિતાને ચક્કર આવ્યા હતા. પીડિતાએ તેઓને ઘરે મૂકી જવા કહ્યું હતું પણ. ઉદિત અને અન્ય લોકોએ તેની વાત સાંભળી નહીં. ત્યારબાદ પીડિતા બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે એને ભાન થયું કે પોતાની સાથે ઉદિત પ્રધાન દ્વારા બળાત્કાર થયો છે. ઉદિત પ્રધાને (Odisha Crime) પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપીને મોઢું બંધ કરાવી દીધી હતું.
પીડિતા જણાવે છે કે, "તે મારી બાજુમાં બેઠા અને મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. ત્યારબાદ તેઓ મને એક હોટલમાં લઈ ગયા, એક રૂમમાં તેઓ દારૂ પીવા લાગ્યા. હું દારૂ પીતી ન હોવાથી મેં ઇનકાર કર્યો. ત્યારે ઉદિત પ્રધાને મને એક ગ્લાસ સોફ્ટ ડ્રિંક આપ્યું હતું, તેં પીતાં જ મને ચક્કર આવવા માંડ્યા હતા. મેં તેઓને ઘરે મૂકી જવા કહ્યું. જ્યારે મને ભાન આવ્યું, ત્યારે મેં ઉદિત પ્રધાનને મારી બાજુમાં સૂતેલા જોયા. મને દર્દ થઈ રહ્યું હતું. હું સમજી ગઈ કે મારી સાથે કંઇક ખોટું કરવામાં આવ્યું છે."
મંચેશ્વર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં (Odisha Crime) આવી છે અને રવિવારે મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમોમાં બળાત્કાર અને ગુનાહિત ધમકીનો પણ સમાવેશ થાય છે.

