Odisha News: ગર્લ સ્ટુડન્ટે પોતાના પ્રોફેસરે કરેલી ગંદી કરતૂતથી પરેશાન થઈને ખુદને આગ ચાંપીને બાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આખરે દમ તોડી નાખ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ઓડિશામાંથી દર્દનાક સમાચાર (Odisha News) મળી રહ્યા છે. અહીં એક ગર્લ સ્ટુડન્ટે પોતાના પ્રોફેસરે કરેલી ગંદી કરતૂતથી પરેશાન થઈને ખુદને આગ ચાંપીને બાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સ્ટુડન્ટે આખરે દમ તોડી નાખ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ઓડિશાની ફકીર મોહન ઓટોનોમસ કૉલેજના પ્રોફેસરે સૌમ્યાશ્રી બીસી પર દુર્વ્યવહાર આચર્યો હતો. જેનાથી માનસિક રીતે ઘવાયેલી આ સ્ટુડન્ટે શનિવારે પોતાને આગ ચાંપીને બળી જવાનો પ્રયાસ કર્યો હતો. એ એટલી ભયંકર રીતે દાઝી ગઈ હતી કે તે આવું કર્યા બાદ જીવન અને મૃત્યુ વચ્ચે સપડાઈ ગઈ હતી. આખરે, સોમવારે ૧૧.૪૬ કલાકે તેણે દમ તોડી જ નાખ્યો હતો. તેના મોત બાદ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ ઘટના (Odisha News) પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, એઇમ્સના પદવીદાન સમારંભ માટે ભુવનેશ્વરમાં હતાં ત્યાંથી તેઓએ આ ઘટના બની છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને ડોક્ટર્સ સાથે પીડિતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ મેળવ્યા હતા.
નરાધમ પ્રોફેસરની વાહિયાત વર્તણૂકનો ભોગ બનેલી સ્ટુડન્ટના મોત બાદ એઈમ્સ હોસ્પિટલ પરિસરમાં હાજર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમાચાર બાદ જનતા દળ સાથે સંકળાયેલી મહિલાઓએ તો એમ્બ્યુલન્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સૌમ્યાશ્રીની ડેડબૉડીને લઈ જવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌમ્યાશ્રીના અંતિમ સંસ્કાર પુરીના સ્વર્ગદ્વારમાં કરવામાં આવનાર છે.
સ્ટુડન્ટના મોત (Odisha News) બાદ લોકોમાં વધતા રોષને ધ્યાનમાં રાખીને એઇમ્સ હોસ્પિટલ પરિસરમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવેલ છે. હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. બીજુ જનતા દળ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની મોટી ભીડ એઈમ્સ હોસ્પિટલ પરિસરમાં ભેગી થવા લાગી છે અને લોકો સરકારનો પણ વિરોધ કરી રહી છે.
એઇમ્સ ભુવનેશ્વર દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલ મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે પીડિતાને 12 જુલાઈના રોજ સાંજે ૫.૧૫ કલાકે કેઝ્યુઅલ્ટી વોર્ડમાં લાવવામાં આવી હતી. તેને IV લિક્વિડ અને એન્ટિબાયોટિક્સ આપવામાં આવ્યા હતા. આ સાથે જ તેને ઇન્ટ્યુબેટ કરવામાં આવી હતી અને મેકેનિકલ વેન્ટિલેશન પર મૂકવામાં આવી હતી. બર્ન્સ આઇસીયુમાં રેનલ રિપ્લેસમેન્ટ થેરપી સહિતની તમામ સંભવિત સારવાર આપવામાં આવી હતી. પરંતુ આમ છતાં તેને બચાવી શકાઈ નથી. ૧૪ જુલાઈના રોજ રાત્રે ૧૧.૪૬ કલાકે તેને મૃત જાહેર કરવામાં આવે છે.
બાલાસોરની ફકીર મોહન ઓટોનોમસ કોલેજમાં B.Ed (Integrated) સેકન્ડ યરની સ્ટુડન્ટે શનિવારે કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બરની બહાર પોતાને આગ ચાંપી દીધી હતી. (Odisha News) સમીર કુમાર સાહુએ સ્ટુડન્ટ પર જાતીય સતામણી કરી હતી. જો તે કહ્યું નહીં કરે તો પરીક્ષામાં પણ ફૅલ કરવાની ધમકી આપી હતી. સોમવારે પોલીસે ફકીર મોહન ઓટોનોમસ કોલેજના આચાર્ય દિલીપ ઘોષની ધરપકડ કરી હતી, જેમને સાહુને સતામણીના આરોપોથી બચાવ્યા હતા.

