હાઈ કોર્ટમાં આ બાબતને લગતો કેસ પેન્ડિંગ હોવાથી, ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવાના હેતુથી આ નિર્દેશ આપવામાં આવ્યો છે.
સોનમ વાન્ગચુક
લદ્દાખ પ્રશાસને ઇનોવેટર અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક દ્વારા સ્થાપવામાં આવેલી હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑલ્ટરનેટિવ્સ (HIAL)ની લેહ સ્થિત ડેઝર્ટ ફ્લાવર સ્કૂલની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈ કોર્ટ આ સંસ્થાને લગતા કેસમાં અંતિમ ચુકાદો ન આપે ત્યાં સુધી આ નિર્દેશ અમલમાં રહેશે. હાઈ કોર્ટમાં આ બાબતને લગતો કેસ પેન્ડિંગ હોવાથી, ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવાના હેતુથી આ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ કેસ પ્રશાસન દ્વારા HIALને ફાળવવામાં આવેલી ૧૩૪.૫ એકર અને આશરે ૨૭૦ ચોરસ ફૂટ જમીનની ફાળવણી રદ કરવાના નિર્ણય સાથે સંબંધિત છે. લેહ સ્થિત તહેસીલદારની ઑફિસે પહેલી નવેમ્બરે વાંગચુકનાં પત્ની અને HIALના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ગીતાંજલિ જે. અંગમોને એક નોટિસ જારી કરી છે.
ADVERTISEMENT
લદાખ પ્રશાસનને એવી માહિતી મળી હતી કે ફ્યાંગ સ્થિત ડેઝર્ટ ફ્લાવર સ્કૂલમાં સત્તાવાળાઓ પાસેથી જરૂરી સંમતિ, મંજૂરી કે પરવાનગી મેળવ્યા વિના જ ક્લાસ અને અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી હતી.
