સીપોર્ટનું બાંધકામ ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર ગૌતમ અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન લિમિટેડે આશરે ૮૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે.
ગઈ કાલે તિરુવનંતપુરમમાં નરેન્દ્ર મોદીનું સન્માન કરતા ગૌતમ અદાણી
કેરલાના તિરુવનંતપુરમના વિઝિન્જમમાં ડીપવૉટર મલ્ટિપર્પઝ સીપોર્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતાં નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘મેં હાલમાં જ આ આખા પોર્ટની મુલાકાત લીધી. ગુજરાતના લોકોને જ્યારે ખબર પડશે કે આટલું સુંદર પોર્ટ અદાણીએ કેરલામાં બનાવ્યું છે ત્યારે તેઓ કહેશે કે ગૌતમ અદાણી ગુજરાતમાં ૩૦ વર્ષથી કામ કરે છે છતાં આવું પોર્ટ બનાવ્યું નથી. એટલે તેમણે ગુજરાતના લોકોનો ગુસ્સો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.’આ સીપોર્ટથી ભારતના મૅરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણો મોટો ફાયદો થશે. આ સીપોર્ટનું બાંધકામ ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર ગૌતમ અદાણી જૂથની કંપની અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન લિમિટેડે આશરે ૮૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે.

