પોર્નોગ્રાફી મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં. કોર્ટે 23 જૂલાઈ સુધી તેને રિમાન્ડ પર મોકલ્યા છે.
રાજ કુન્દ્રા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈ રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા સામે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર કેટલાય આક્ષેપ કરવામાં આવ્યાં છે. જો કે આ મામલે રાજ કુન્દ્રાને આજે 20 જૂલાઈના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
રાજ કુન્દ્રા કોર્ટમાં રજૂ
ADVERTISEMENT
સોમવારે રાતે ધરપકડ થયા બાદ આજે રાજ કુંદ્રાને આ મામલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રોપર્ટી સેલે કોર્ટને જણાવ્યુ હતું કે, રાજ કુંદ્રા આ સમગ્ર ગોરખધંધામાંથી પૈસા કમાઈ રહ્યો હતો. કોર્ટે રાજ કુંદ્રા તથા તેના સાથી રયાન થારપને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજની ધરપકડ બાદ પોલીસે રાજ કુંદ્રાના સાથી રયાન થારપની મુંબઈના નેરુલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
#UPDATE | Mumbai: Actress Shilpa Shetty`s husband & businessman Raj Kundra and one Ryan Tharp sent to Police Custody till 23rd July.
— ANI (@ANI) July 20, 2021
રાજ સિવાય આ વ્યક્તિની પણ ધરપકડ
અશ્લીલ ફિલ્મો બનાવવાની અને તેને એપ્સ દ્વારા પ્રકાશિત કરવાના કેસમાં મુંબઇ પોલીસે રાજ કુન્દ્રા સિવાય વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી અધિકારીએ આપી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાયન થારપની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે તેની ઓફિસમાંથી આ મામલાની તપાસ બાદ રાયનની ધરપકડ કરવામાં આવી હતી.
એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, એક મહિલાએ પોલીસની પાસે પહોંચ્યા અને તેની ફરિયાદમાં કેટલાક આરોપો લગાવ્યા બાદ કુંદ્રા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.</p
Actress Shilpa Shetty`s husband & businessman Raj Kundra and one Ryan Tharp brought to Mumbai`s Esplanade Court.
— ANI (@ANI) July 20, 2021
Kundra was arrested yesterday while Tharp was arrested today in connection with a case relating to the production of pornographic films. pic.twitter.com/NCpbVeKhJH
રાજ કુન્દ્રાના ટ્વિટ્સ વાયરલ
રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફીના આક્ષેપ સાથે ધરપકડ કરવામાં આવી છે. જો કે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે રાજ કુન્દ્રાને 23 જૂલાઈ સુધી રિમાન્ડ પર મોકલ્યા છે. આ કડીમાં રાજ કુન્દ્રાના કેટલાક જૂના ટ્વિટ્સ વાયરલ થયા છે. જેમાં તેમણે પોર્ન અંગે ટિપ્પણી કરી છે.
રાજ કુંદ્રાએ ટ્વિટમાં પોર્નોગ્રાફી કાયદેસરતાને લઈ સવાલ ઉઠાવ્યા હતા.
BREAKING : Shilpa Shetty Husband Raj Kundra ARRESTED by Mumbai Crime Branch for publishing Adult Films Racket #RajKundra
— Neha Gupta (@nehagupta_me) July 19, 2021
Here is one of his old tweet.
Shameful it is. @TheShilpaShetty pic.twitter.com/Ie14Bh6vVG
29 માર્ચ, 2012 ના રોજ કરેલા ટ્વીટમાં રાજ કુંદ્રાએ સવાલ કર્યો હતો કે કેવી રીતે કોઈને કેમેરામાં સેક્સ માટે ચુકવણી કરવી કાયદેસર છે, અને એ બીજાથી કેમ અલગ છે?આ સિવાય રાજ કુન્દ્રાનું અન્ય એક ટ્વિટ પણ વાયરલ થયું છે.
So #RajKundra will debate this with @MumbaiPolice now ... ? pic.twitter.com/4YhupmokaK
— The DeshBhakt (@TheDeshBhakt) July 19, 2021

