વર્તમાન ટીમ કાગળ પર અને ફૉર્મમાં પણ ખૂબ સારી છે, મારી શુભેચ્છાઓ તેમની સાથે છે, ટ્રોફી અહીં જ રાખજો
મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજ ભારતની 2024 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો, પરંતુ તેને આવતા મહિને શરૂ થનારા વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું. મોહમ્મદ સિરાજ ટેસ્ટ-ફૉર્મેટમાં નિયમિત છે અને વન-ડે ટીમમાં અંદર-બહાર રહ્યો છે, જ્યારે T20 સેટઅપમાં તેનું સ્થાન અનિશ્ચિત રહ્યું છે.
T20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થવા વિશે પહેલી વખત મૌન તોડતાં તેણે કહ્યું હતું કે ‘હું છેલ્લો T20 વર્લ્ડ કપ રમ્યો હતો અને આ વખતે નથી રમવાનો. એક ખેલાડી માટે વર્લ્ડ કપમાં દેશ માટે રમવું એ એક અલગ સ્વપ્ન છે. વર્તમાન ટીમ કાગળ પર અને ફૉર્મમાં ખૂબ સારી છે. મારી શુભેચ્છાઓ તેમની સાથે છે. ટ્રોફી અહીં જ આપણી પાસે રાખજો.’
૩૧ વર્ષનો મોહમ્મદ સિરાજ જુલાઈ ૨૦૨૪માં છેલ્લી વખત ભારત તરફથી T20 મૅચ રમ્યો હતો.


