ગૌશાળા સમિતિના જણાવ્યા અનુસાર જાહેર સહયોગથી ૧૫ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યાં છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના ભોડકી ગામમાં આવેલી જામવય જ્યોતિ ગૌશાળામાં ૧૦૦ લખપતિ ગાયો છે. ગૌરક્ષકોએ પ્રત્યેક ગાયના નામે ૧ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) બનાવી છે. આનાથી કુલ FD ૧ કરોડ રૂપિયાની થઈ છે અને ગૌશાળાનું બૅન્ક-બૅલૅન્સ પણ ૧ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આ FDમાંથી મળતી વ્યાજની રકમનો ઉપયોગ ગાયોના ઉછેર અને સંભાળના ખર્ચને પૂર્ણ કરવા માટે થાય છે. ગુરુવારે એક વ્યક્તિએ ગાયના નામે ૧ લાખ રૂપિયાની FD કરી હતી. આનાથી આ અભિયાનમાં ભાગ લેતી ગાયોની કુલ સંખ્યા ૧૦૦ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૧૦૦ ગાયરક્ષકો આ પહેલમાં જોડાયા છે. ૨૦૧૫માં ૨૫ માર્ચે ગ્રામજનોના સહયોગથી શરૂ થયેલી આ ગૌશાળા હવે લગભગ ૮૦ એકર સુધી વિસ્તરી છે. હાલમાં અહીં ૮૯૮ પશુઓ ઉછેરવામાં આવે છે. શરૂઆતથી જ ગ્રામજનો અને દાનવીરોએ ગૌશાળાના વિકાસમાં આર્થિક યોગદાન આપ્યું છે. ગૌશાળા સમિતિના જણાવ્યા અનુસાર જાહેર સહયોગથી ૧૫ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યાં છે.
