Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સનાતન ધર્મ લોકોને વિભાજિત કરે છે, એનો નાશ થવો જોઈએ

સનાતન ધર્મ લોકોને વિભાજિત કરે છે, એનો નાશ થવો જોઈએ

Published : 13 May, 2026 02:58 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુ વિધાનસભામાં ઉદયનિધિ સ્ટૅલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન

તામિલનાડુની નવનિર્વાચિત વિધાનસભાના બીજા સત્ર દરમ્યાન વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)ના વિધાનસભ્ય ઉદયનિધિ સ્ટૅલિન

તામિલનાડુની નવનિર્વાચિત વિધાનસભાના બીજા સત્ર દરમ્યાન વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)ના વિધાનસભ્ય ઉદયનિધિ સ્ટૅલિન


તામિલનાડુની નવનિર્વાચિત વિધાનસભાના બીજા સત્ર દરમ્યાન વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)ના વિધાનસભ્ય ઉદયનિધિ સ્ટૅલિને સનાતન ધર્મ અંગે ફરી એક વાર અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ગૃહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘સનાતન ધર્મ, જે લોકોને વિભાજિત કરવાનું કામ કરે છે એને જડમૂળથી ઉખેડી નાખવો જોઈએ.’

ઉદયનિધિ સ્ટૅલિન અગાઉ પણ સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે. ૨૦૨૩માં એક કાર્યક્રમ દરમ્યાન તેમણે સનાતન ધર્મની સરખામણી મચ્છર, ડેન્ગી અને મલેરિયા સાથે કરી હતી. એ સમયે તેમણે કહ્યું હતું કે કેટલીક વસ્તુઓનો માત્ર વિરોધ કરવો પૂરતો નથી, પરંતુ એને નાબૂદ કરવી જરૂરી છે. તેમના આ નિવેદન બાદ દેશભરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને અનેક જગ્યાએ કાનૂની ફરિયાદો પણ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 02:58 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK