Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પૅક્ડ ફૂડ પર વૉર્નિંગ-લેબલના મુદ્દે કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં નિર્ણય લે : સુપ્રીમ કોર્ટ

પૅક્ડ ફૂડ પર વૉર્નિંગ-લેબલના મુદ્દે કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં નિર્ણય લે : સુપ્રીમ કોર્ટ

Published : 28 August, 2026 07:35 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાહેર આરોગ્ય સાથે ચેડાં ન થઈ શકે એમ જણાવીને આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવા તાકીદ કરી

પૅક્ડ ફૂડ

પૅક્ડ ફૂડ


પૅક્ડ ફૂડ પર ફ્રન્ટ-ઑફ-પૅક વૉર્નિંગ લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને માત્ર બે સપ્તાહમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર પોતાની મેળે પગલાં નહીં લે તો કોર્ટે કડક નિર્દેશો જાહેર કરવા પડશે. કોર્ટે સવાલ કર્યો હતો કે શું ભારતે હંમેશાં અવિકસિત દેશ જ બની રહેવું છે?

દેશમાં વધી રહેલી સ્થૂળતા (ઓબેસિટી) અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના વપરાશ સામે ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે આ મુદ્દાને બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળના જીવવાના અધિકાર સાથે જોડ્યો છે. NGO 3S અને અવર હેલ્થ સોસાયટીની પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) પર સુનાવણી કરતાં કોર્ટે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)નાં અત્યાર સુધીનાં પગલાં સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે.



આર્થિક સર્વે ૨૦૨૫-’૨૬ મુજબ ભારતમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું બજાર ૧૫૦ ટકાથી વધુ વધ્યું છે અને ૨૪ ટકા મહિલાઓ તથા ૨૩ ટકા પુરુષો વજનવધારા કે સ્થૂળતાથી પીડાઈ રહ્યાં છે. પૅક્ડ ખોરાકમાં સાકર, મીઠું અને ચરબીનું પ્રમાણ વધુ હોવાથી ગ્રાહકોને પ્રોડક્ટ પર સ્પષ્ટ ચેતવણી મળવી અનિવાર્ય છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 07:35 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK