Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > માધુરી દીક્ષિત ‘કોણ હોનાર કરોડપતિ’ હોસ્ટ કરશે, સોની મરાઠી પર ટૂંક સમયમાં થશે ટેલિકાસ્ટ

માધુરી દીક્ષિત ‘કોણ હોનાર કરોડપતિ’ હોસ્ટ કરશે, સોની મરાઠી પર ટૂંક સમયમાં થશે ટેલિકાસ્ટ

Published : 28 August, 2026 09:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Madhuri Dixit to host ‘Kon Honar Crorepati’: માધુરી દીક્ષિત હોસ્ટ કરશે મરાઠી શો `કોણ હોનાર કરોડપતિ`; શો હોસ્ટ કરવા વિશે અને સ્પર્ધકોની વાર્તાઓ, તેમના સપનાઓ વિશે પોતાનો ઉત્સાહ શેર કર્યો અભિનેત્રીએ; શોના પ્રીમિયર પહેલાં જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

માધુરી દીક્ષિત હોસ્ટ કરશે ‘કોણ હોનાર કરોડપતિ’

માધુરી દીક્ષિત હોસ્ટ કરશે ‘કોણ હોનાર કરોડપતિ’


બોલિવૂડ (Bollywood) આઇકોન માધુરી દીક્ષિત (Madhuri Dixit) લોકપ્રિય મરાઠી ક્વિઝ શો `કોણ હોનાર કરોડપતિ` (Kon Honar Crorepati)ના હોસ્ટ તરીકે એક નવી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ જાહેરાતને પગલે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેઓ આ કલાકારને એક સહજ અને સંવાદાત્મક અવતારમાં જોવા માટે આતુર છે. `સોની મરાઠી` (Sonyv Marathi) અને `સોની લિવ` (Sony LIV) પર શોના પ્રીમિયર પહેલાં જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ જતાં આગામી સીઝન માટે ઉત્સુકતા વધી ગઈ છે.

શો સાથે જોડાવા અંગે માધુરી દીક્ષિતનું નિવેદન



માધુરી દીક્ષિત માટે `કોણ હોનાર કરોડપતિ` નું હોસ્ટિંગ માત્ર પ્રશ્નો પૂછવા કે ઈનામી રકમ જાહેર કરવા પૂરતું સીમિત નથી. આ શો તરફ આકર્ષાવવાનું મુખ્ય કારણ વિવિધ ક્ષેત્રોના લોકોને મળવાની અને તેમના જીવનની સફર તથા સ્વપ્નો વિશે જાણવાની તક હતી.


પોતાના નિર્ણય અંગે વાત કરતાં માધુરી દીક્ષિતે જણાવ્યું (Madhuri Dixit to host ‘Kon Honar Crorepati’) હતું કે, ‘મને જે બાબતે સૌથી વધુ ઉત્સાહિત કરી તે લોકોની વાર્તાઓ અને તેમના સ્વપ્નો દ્વારા તેમની સાથે જોડાવાની ઈચ્છા હતી. `કોણ હોનાર કરોડપતિ` એ માત્ર પ્રશ્નોના જવાબ આપવા અને પૈસા જીતવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ અને સ્વપ્ન જોવાની હિંમત પૂરી પાડે છે.’

દર્શકોને માધુરીનું સહજ અને વાસ્તવિક રૂપ જોવા મળશે


દાયકાઓ સુધી એક કલાકાર, ડાન્સર અને પર્ફોર્મર તરીકે દર્શકોનું મનોરંજન કર્યા બાદ, આ ક્વિઝ શો અભિનેત્રી માધુરી દીક્ષિતને એક અલગ જ મંચ પૂરો પાડશે. અહીં દર્શકો તેને પડદા પરના કોઈ પાત્રના બદલે તેના પોતાના વાસ્તવિક અને સહજ સ્વરૂપમાં જોઈ શકશે.

આ નવા અનુભવ વિશે વાત કરતાં અભિનેત્રી માધુરી દીક્ષિતે ઉમેર્યું હતું કે, ‘મને લાગે છે કે દર્શકો `કોણ હોનાર કરોડપતિ` માં મારું એક વધુ સહજ રૂપ જોશે. એક અભિનેત્રી તરીકે તમે કોઈ પાત્રમાં પ્રવેશ કરો છો, જ્યારે અહીં મને મારી વાસ્તવિક શૈલીમાં રહીને લોકોની સામે બેસવાની, તેમની વાર્તાઓ સાંભળવાની અને તેમને જાણવાની તક મળશે. હું એવી વ્યક્તિ છું જે સંવાદો પસંદ કરે છે, તેથી હું આ અનિશ્ચિત પરંતુ વાસ્તવિક વાર્તાલાપ માટે ખૂબ ઉત્સુક છું.’

‘કોણ હોનાર કરોડપતિ’ માટે રજીસ્ટ્રેશન શરૂ

`કોણ હોનાર કરોડપતિ`ની આગામી સીઝનમાં ભાગ લેવા ઈચ્છતા દર્શકો હવે `સોની લિવ` એપ અથવા વોટ્સએપ નંબર +91 85919 75331 મારફતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઈચ્છુક સ્પર્ધકોને હોટ સીટ સુધી પહોંચવાની અને સ્પર્ધા કરવાની ઉત્તમ તક આપે છે. માધુરી દીક્ષિતના હોસ્ટિંગ સાથે, આ સીઝન જ્ઞાન અને મનોરંજનની સાથે પ્રેરણાદાયી વાર્તાઓનો અનોખો સંગમ લાવશે.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK