૧૯ જૂને એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ફુટપાથ પર ચાલવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે.
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાહદારીઓ માટે ફુટપાથ પર અતિક્રમણમુક્ત જગ્યા બનાવવાના કોર્ટના નિર્દેશના પાલન વિશે જવાબ આપવાનો નિર્દેશ આપતાં કહ્યું હતું કે ફુટપાથ લોકોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જસ્ટિસ પી. એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે રોડ ધરાવતા વિસ્તારોમાં ફુટપાથના યોગ્ય બાંધકામના મુદ્દા પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી જવાબ માગ્યો છે.
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ (ASG) કે. એમ. નટરાજને બેન્ચને કહ્યું હતું કે ‘પહેલું પગલું એ છે કે રાહદારીઓ માટે યોગ્ય જગ્યાઓ ચિહનિત કરવી. લોકોને ચાલતી વખતે સલામતીની ખાતરી આપવી જોઈએ. જ્યાં પણ રસ્તો હોય, લોકોએ ફક્ત નિયુક્ત જગ્યાઓ પર જ ચાલવું જોઈએ.’
ADVERTISEMENT
ASGએ બેન્ચનું ધ્યાન દોર્યું હતું કે રસ્તાઓ રાજ્યનો વિષય હોવાથી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય અને હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયે કોર્ટના નિર્દેશોનું પાલન કરીને તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ને રાહદારીઓ માટે યોગ્ય અને સેફ જગ્યાઓ પૂરી પાડવા માટે ઍડ્વાઇઝરી જાહેર કરી છે.
૧૯ જૂને એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે ફુટપાથ પર ચાલવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે.
