Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકાર મંદિરની મિલકતની માત્ર રક્ષક છે, માલિક તો ભગવાન પોતે

સરકાર મંદિરની મિલકતની માત્ર રક્ષક છે, માલિક તો ભગવાન પોતે

Published : 21 October, 2026 09:19 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : તામિલનાડુના મંદિરમાં તાલુકા ઑફિસ બનાવવા માટે અપાયેલી જમીનનો ગેરકાયદે ભેટકરાર રદ કરીને ભાડું ૧૩,૨૩૫થી વધારીને ૩૧,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


તામિલનાડુનાં મંદિરોની મિલકત વિશે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ‘સરકાર મંદિરની સંપત્તિની માત્ર રક્ષક છે, પરંતુ એ ક્યારેય એની માલિક નથી. મંદિરની મિલકત પર માત્ર ને માત્ર ભગવાનનો જ અધિકાર છે. સરકાર કોઈ પણ જાહેર હેતુનું બહાનું ધરીને ક્યારેય મંદિરની મિલકત પચાવી શકે નહીં.’ 
૧૬ ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. આ સમગ્ર વિવાદ તામિલનાડુના ઇરોડ જિલ્લામાં આવેલા નાગપલયમ મરિયમ્મન-પોન્નાચિયમ્મન મંદિરની એક એકર ૧૦ સેન્ટ જમીનનો હતો. ૨૦૨૭માં એક હંગામી ટ્રસ્ટીએ તાલુકા કચેરી બનાવવા માટે આ કીમતી જમીન સરકારને ભેટમાં આપી દીધી હતી. મદ્રાસ હાઈ કોર્ટે પણ માર્ચ ૨૦૧૯માં આ નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ગણાવ્યો હતો. 
જોકે સુપ્રીમ કોર્ટે આ ભેટને હવે સંપૂર્ણપણે ગેરકાયદે અને રદબાતલ ગણાવી હતી. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે દાનમાં મળેલી મિલકતની ભેટ આપવી કાયદેસર રીતે અયોગ્ય છે. જોકે આ જમીન પર પહેલેથી જ સરકારી ખર્ચે ઑફિસ બની ગઈ હોવાથી કોર્ટે એને તોડી પાડવાનો કોઈ આદેશ નથી આપ્યો, પરંતુ એનું માસિક ભાડું ૧૩,૨૩૫ રૂપિયાથી વધારીને સીધું ૩૧,૦૦૦ રૂપિયા કરી દીધું છે. કોર્ટે મંદિરને ૨૦૧૯ની ૮ માર્ચથી આ નવું ભાડું ચૂકવવા કહ્યું છે અને સાથે જ એક લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ ફટકાર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 09:19 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK