રૅલી પછી વેપારી સંગઠનોએ દાવો કર્યો હતો કે તેમને આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
વિરોધ પ્રદર્શન
ગયા મહિને દિલ્હીમાં જંતર મંતર અને રામલીલા મેદાન પર થયેલાં વિવિધ વિરોધ-પ્રદર્શનના કારણે દિલ્હીના વેપારીઓએ ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો દાવો કર્યો છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP), કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)ને નોટિસ ફટકારી છે. દિલ્હી કિરાણા કમિટી અને દિલ્હી આયર્ન અૅન્ડ હાર્ડવેર મર્ચન્ટ્સ અસોસિએશને અરજીમાં જણાવ્યું હતું કે જંતર મંતર અને રામલીલા મેદાન ખાતેનાં વિરોધ-પ્રદર્શનોથી વેપારીઓના વ્યવસાયોને નુકસાન થયું છે. રામલીલા મેદાનની આસપાસ અનેક મોટાં જથ્થાબંધ બજારો છે, તેથી ત્યાં પ્રદર્શનોને મંજૂરી ન આપવી જોઈએ. CJPએ મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરવા અને મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે વિરોધ કરવા માટે ૧૦ ઑક્ટોબરે જંતર મંતર સુધી કૂચનું આહ્વાન કર્યું હતું. કૉન્ગ્રેસે પહેલી નવેમ્બરે રામલીલા મેદાન ખાતે પ્રદર્શન કર્યું હતું. રૅલી પછી વેપારી સંગઠનોએ દાવો કર્યો હતો કે તેમને આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
