Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં ટીચરની વાત નહીં માનનારા ૩ વર્ષના બાળકના હાથ વિનાઇલ શીટથી બાંધી દેવામાં આવ્યા

તામિલનાડુમાં ટીચરની વાત નહીં માનનારા ૩ વર્ષના બાળકના હાથ વિનાઇલ શીટથી બાંધી દેવામાં આવ્યા

Published : 20 November, 2026 10:38 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંધી દેવાના કારણે બાળકને ઈજા પહોંચી હતી અને લોહી પણ નીકળતું હતું.

૩ વર્ષના બાળકના હાથ વિનાઇલ શીટથી બાંધી દેવામાં આવ્યા

૩ વર્ષના બાળકના હાથ વિનાઇલ શીટથી બાંધી દેવામાં આવ્યા


તામિલનાડુમાં ટીચરની વાત નહીં માનનારા કિન્ટરગાર્ટન (KG) ત્રણ વર્ષના એક સ્ટુડન્ટના હાથ વિનાઇલ શીટ દ્વારા બાંધી દેવામાં આવ્યા હોવાનો એક વિડિયો ઑનલાઇન વાઇરલ થયો છે. આ ઘટના તામિલનાડુના થિરુવર જિલ્લામાં આવેલી એક પ્રાઇવેટ સ્કૂલમાં બની હતી. વિડિયોમાં દેખાય છે કે બાળક તેના હાથ બાંધેલી હાલતમાં ઊભા થવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. અન્ય એક ક્લિપમાં તે પોતાની જાતને મુક્ત કરવાના પ્રયાસરૂપે શીટને દાંતથી કાપી રહેલો દેખાય છે. ત્રીજા વિડિયોમાં પીડાને કારણે બાળક ચીસો પાડતો જોવા મળે છે. બાળક આક્રંદ કરે છે ત્યારે ક્લાસમાં અન્ય બાળકો અને ટીચર હોવાનું મનાતી એક મહિલા દેખાય છે. બાંધી દેવાના કારણે બાળકને ઈજા પહોંચી હતી અને લોહી પણ નીકળતું હતું. આ ઘટના વિશે પોલીસના જણાવ્યા અનુસાર આ ટીચર અને મહિલા સહાયક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેમણે કથિત રીતે બાળકને વિનાઇલ શીટમાં લપેટીને બાંધી દીધો હતો, કારણ કે તે તોફાની હતો અને ટીચરનું કહેવું માનતો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 10:38 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK