Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ રેલવેએ ૫.૧ કરોડ રૂપિયાનું રીફન્ડ આપ્યું અને વેસ્ટર્ન રેલવેએ ૫૨.૬૫ લાખ રૂપિયાનું

સેન્ટ્રલ રેલવેએ ૫.૧ કરોડ રૂપિયાનું રીફન્ડ આપ્યું અને વેસ્ટર્ન રેલવેએ ૫૨.૬૫ લાખ રૂપિયાનું

Published : 08 July, 2026 07:58 AM | IST | Mumbai
Rajendra B Aklekar

સોમવારે પ્રવાસ ન કરી શકનારા ૭૯,૭૪૭ પ્રવાસીઓને ટિકિટના પૈસા પાછા આપ્યા સેન્ટ્રલ રેલવેએ, વેસ્ટર્ન રેલવેએ ૭૧૩૫ પ્રવાસીઓને રીફન્ડ આપ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સતત ભારે વરસાદને કારણે એક્સપ્રેસ તથા મેલ ટ્રેનો ખોરવાતાં જે પ્રવાસીઓ પ્રવાસ નહોતા કરી શક્યા તેમને રેલવેતંત્ર દ્વારા સોમવારે રીફન્ડ આપવામાં આવ્યું હતું. ભેખડો ધસી પડવાને કારણે રેલવે-ટ્રૅક પર પાણી ભરાતાં સોમવારે ટ્રેનોને અસર થઈ હતી, જેને કારણે લાંબા અંતરની ટ્રેનોની ટિકિટ લીધી હોવા છતાં પ્રવાસ ન કરી શકનારા પ્રવાસીઓને સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ રીફન્ડ આપ્યું હતું. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝને ૩૭,૩૩૦ પ્રવાસીઓને કુલ ૨.૮૬ કરોડ રૂપિયાનું રીફન્ડ આપ્યું હતું. સેન્ટ્રલ રેલવેના અન્ય ડિવિઝનના પ્રવાસીઓને પણ રીફન્ડ આપવામાં આવ્યું હતું. સેન્ટ્રલ રેલવે દ્વારા કુલ ૭૯,૭૪૭ પ્રવાસીઓને ૫.૯૧ કરોડ રૂપિયાનું રીફન્ડ ચૂકવાયું હતું, જ્યારે વેસ્ટર્ન રેલવેએ પણ ૭૧૩૫ પ્રવાસીઓને ૫૨.૬૫ લાખ રૂપિયાનું રીફન્ડ ચૂકવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે મંગ‍ળવારે સાંજે ૪ વાગ્યા સુધી સેન્ટ્રલ રેલવેમાં ૧૪ ટ્રેન કૅન્સલ કરવી પડી હતી, જ્યારે અન્ય પાંચ ટ્રેનોને શૉર્ટ ટર્મિનેટ કરવી પડી હતી. મંગળવારે પણ ભેખડો ધસી પડવાને કારણે, ટ્રૅક પર પાણી ભરાવાથી તથા ઝાડ પડવાની ઘટનાઓને કારણે રસ્તા પરના ટ્રાફિકને અને ટ્રેન-સર્વિસને અસર થઈ હતી. જોકે રેલવે તંત્ર અને અને મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા 
ફસાયેલા પ્રવાસીઓ અને લોકોને મદદ કરવા માટે તમામ વ્યવસ્થા કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 07:58 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK