Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રમતવીરો અને ફિલ્મજગતની હસ્તીઓને મળ્યા પદ‍્મ પુરસ્કાર

રમતવીરો અને ફિલ્મજગતની હસ્તીઓને મળ્યા પદ‍્મ પુરસ્કાર

Published : 24 June, 2026 10:51 AM | Modified : 24 June, 2026 10:55 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્‍‍મ પુરસ્કાર 2026ના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે પદ્‍‍મવિભૂષણ, ૭ પદ્‍‍મભૂષણ અને ૫૬ પદ્‍‍મશ્રી સહિત ૬૫ હસ્તીઓને પદ્‍‍મ પુરસ્કારથી સન્માનિત કરી હતી

વિજય અમૃતરાજ, સવિતા પુનિયા

વિજય અમૃતરાજ, સવિતા પુનિયા


સ્પોર્ટ‍્સ પર્સન્સ

આ સમારોહમાં ભારતના ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર વિજય અમૃતરાજને પદ્‍‍મભૂષણ, ભારતીય હૉકી ટીમની મહિલા ગોલકીપર સવિતા પુનિયા અને ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રોહિત શર્માને પદ્‍‍મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.




રોહિત શર્મા

જ્યા‍ૅર્જિયાના વ્લાદિમીર મેસ્ત્વિરીશ્વિલીને ફ્રી સ્ટાઇલ કુસ્તી કોચ તરીકેની સેવા બદલ મરણોપરાંત પદ્‍‍મશ્રી સન્માન મળ્યું. તેમની પત્નીએ આ અવૉર્ડ સ્વીકાર્યો હતો. આ વિદેશી કોચે સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, બજરંગ પુનિયા જેવા રેસલર્સને ઑલિમ્પિક્સ માટે કોચિંગ આપ્યું હતું. 


ફિલ્મી હસ્તીઓ

મમૂટી, અલકા યાજ્ઞિક, આર. માધવન અને સતીશ શાહના સ્થાને તેમના ભાઈએ આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકાર્યું હતું

આ સમારોહમાં મલયાલમ સુપરસ્ટાર મમૂટીને પદ‍્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમ્યાન મમૂટીએ વિવિધ ભાષાઓની ૪૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફિલ્મો ઉપરાંત તેઓ સામાજિક સેવા, ચૅરિટી અને સામુદાયિક કલ્યાણનાં અનેક કાર્યો માટે પણ જાણીતા છે.

ગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ‍્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ન્યુરોલૉજિકલ તકલીફને કારણે શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહેલાં અલકા યાજ્ઞિકને મદદ કરીને મંચ સુધી લાવવામાં આવ્યાં હતાં અને પછી રાષ્ટ્રપતિએ તેમને સન્માન અર્પણ કર્યું હતું. ૪ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં અલકા યાજ્ઞિકે ૧૦૦૦થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે અને ભારતીય સંગીતજગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. અલકા યાજ્ઞિકે સન્માન સ્વીકારતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણસ્પર્શ કર્યા હતા.

ઍક્ટર આર. માધવનને પદ‍્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેણે સાતથી વધુ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. આર. માધવનની કારકિર્દીમાં ૭૦થી વધુ ફિલ્મો અને અનેક ટેલિવિઝન કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

સતીશ શાહને મરણોત્તર પદ‍્મશ્રી

લોકપ્રિય અભિનેતા સતીશ શાહને મરણોત્તર પદ‍્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. સતીશ શાહના સ્થાને તેમના ભાઈએ આ પ્રતિષ્ઠિત સન્માન સ્વીકાર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 10:55 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK