Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિક્કિમમાં છે ૪૦ હાઈ રિસ્ક ગ્લેશિયલ તળાવ, એમાંથી ૧૬ લાવી શકે છે તબાહી

સિક્કિમમાં છે ૪૦ હાઈ રિસ્ક ગ્લેશિયલ તળાવ, એમાંથી ૧૬ લાવી શકે છે તબાહી

Published : 07 September, 2026 11:10 AM | IST | sikkim
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂરના સંકટને પહોંચી વળવા સૅટેલાઇટ મૉનિટરિંગ અને અર્લી વૉર્નિંગ સિસ્ટમથી વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સિક્કિમ સરકારે રાજ્યમાં ૪૦ ગ્લેશિયલ તળાવોની ઓળખ કરી છે જેનાથી ભારે પૂરનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આ ૪૦ તળાવોમાંથી ૧૬ તળાવોને સૌથી વધુ જોખમી A કૅટેગરીમાં મૂકવામાં આવ્યાં છે. ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ના ભયાનક જોખમને ટાળવા માટે રાજ્ય સરકારે સૅટેલાઇટ મૉનિટરિંગ અને અર્લી વૉર્નિંગ સિસ્ટમનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

તાજેતરમાં ૨૬ ઑગસ્ટે નેપાલ અને તિબેટ સરહદ પર હિમસ્ખલનના કારણે આવેલા વિનાશક પૂરમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. અગાઉ ઑક્ટોબર ૨૦૨૩માં સિક્કિમમાં પણ GLOFના કારણે ૬૦ લોકોનાં મોત થયાં હતાં અને એક મહત્ત્વનો ચુંગથાંગ ડૅમ તૂટી ગયો હતો. આ ખતરાને ધ્યાનમાં રાખીને સિક્કિમના શાકો છો, લાનક અને ગુરુડોંગમાર તળાવો માટે અલગથી વિશેષ બચાવયોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.



શાકો છો તળાવને સિક્કિમનું સૌથી સંવેદનશીલ તળાવ જાહેર કરવામાં આવ્યું છે અને એનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (NDMA)ને સોંપવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 11:10 AM IST | sikkim | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK