Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા સહિત ૧૯ રાજ્યોમાં તોફાની વરસાદની સંભાવના

ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા સહિત ૧૯ રાજ્યોમાં તોફાની વરસાદની સંભાવના

Published : 20 March, 2026 09:35 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય મોસમ વિભાગના કહેવા મુજબ માર્ચ મહિનાના અંત સુધી ગરમી પાછી નહીં આવે, વરસાદી માહોલ જ રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર ભારતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદ, બરફવર્ષા અને કરાવૃષ્ટિને કારણે વધેલી ગરમી પર હાલમાં બ્રેક લાગી ગઈ છે.

ગઈ કાલે રાજસ્થાનના સીકર તથા મધ્ય પ્રદેશમાં ભોપાલ, ઇન્દોર અને ગ્વાલિયર સહિત ૩૩ જિલ્લાઓમાં આંધી ફૂંકાઈ હતી અને વરસાદ પડ્યો હતો. હરિયાણાના રેવાડીમાં ગુરુવારે વહેલી સવારે ભારે વરસાદ થતાં અનેક ઠેકાણે ચોમાસા જેવો જળભરાવ જોવા મળ્યો હતો. ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં ફ્રેશ બરફવર્ષા થઈ હતી.



ભારતીય મોસમ વિભાગના કહેવા મુજબ હવે માર્ચ મહિનાના અંત સુધી ફરી ગરમી પાછી આવે એવી સંભાવના નથી. આજે અને આવતી કાલે પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા સહિત ૧૯ રાજ્યોમાં ૭૦થી ૮૫ કિલોમીટર પ્રતિ કલાકની આંધી સાથે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. આ વરસાદ અને આંધી ખેડૂતો માટે જોખમી સાબિત થઈ શકે છે.


પૂર્વીય અને મધ્ય ભારતનાં રાજ્યો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં ૨૩ માર્ચ સુધી ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 09:35 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK