Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને માતૃશોક! ૯૪ની વયે પંચમહાભૂતમાં વિલિન સુદર્શન મલ્હોત્રા

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને માતૃશોક! ૯૪ની વયે પંચમહાભૂતમાં વિલિન સુદર્શન મલ્હોત્રા

Published : 20 March, 2026 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Manish Malhotra`s mother dies at 94: ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના માતા સુદર્શન મલ્હોત્રાનું ૯૪ની વયે નિધન થયું છે; આજે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા; કરણ જોહર, જૅકી ભગનાણી સહિત અનેક બોલિવૂડના અનેક સેલેબ્ઝ પહોંચ્યા અંતિમ યાત્રામાં

ભારે હૃદય સાથે માતાની અંતિમ યાત્રામાં જોડાયા મનીષ મલ્હોત્રા (તસવીરઃ સતેજ શિંદે)

ભારે હૃદય સાથે માતાની અંતિમ યાત્રામાં જોડાયા મનીષ મલ્હોત્રા (તસવીરઃ સતેજ શિંદે)


ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Manish Malhotra)ના ઘરે હાલમાં શોકનું વાતાવરણ છે. તેમની માતા સુદર્શન મલ્હોત્રા (Sudarshan Malhotra)નું ગઈકાલે ૧૯ માર્ચે ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. આજે સવારે મનીષ મલ્હોત્રાની માતાના અંતિમ સંસ્કાર (Manish Malhotra`s mother dies at 94) કરવામાં આવ્યા છે.

બોલિવૂડ (Bollywood) અને ફેશન ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની માતા સુદર્શન મલ્હોત્રા પ્રભુને પ્યારા થયા છે. મનીષ તેમની માતાની ખૂબ નજીક હતા અને વારંવાર તેમની સાથેની તસવીરો અને યાદો સોશ્યલ મીડિયા (Social Media)માં શૅર કરતા હતા. આ સમાચાર ફેલાતાં જ, મુશ્કેલ સમયમાં અનેક સેલિબ્રિટીઓ ગઈકાલે રાત્રે મનીષના મલ્હોત્રાના ઘરે તેમને સાંત્વના આપવા માટે પહોંચી ગયા હતા.



આજે સવારે થયા અંતિમ સંસ્કાર


આજે સવારે ૧૦ વાગ્યે મનીષ મલ્હોત્રાની માતા સુદર્શન મલ્હોત્રાના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝ (Santacruz) સ્મશાનમાં કરવામાં આવ્યા છે.

મનીષ મલ્હોત્રાની ટીમ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે કે તેમની માતાના અંતિમ સંસ્કાર આજે એટલે કે ૨૦ માર્ચે સવારે ૧૦.૦૦ વાગ્યે કરવામાં આવશે. અંતિમ સંસ્કાર વિધિ મુંબઈના સાંતાક્રુઝ પશ્ચિમમાં સ્થિત હિન્દુ સ્મશાનગૃહમાં થશે.


ટીમે આપેલા નિવેદનમાં ગરિમા મલ્હોત્રાના જીવનને "કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલી પ્રેરણાદાયી યાત્રા" તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે તેમના પરિવાર અને ભાવિ પેઢીઓ માટે એક મજબૂત વારસો છોડીને ગયા છે.

અંતિમ દર્શન માટે આવ્યા હતા આ સેલેબ્ઝ

મનીષ મલ્હોત્રાના શુભેચ્છકોએ તેમની સ્વર્ગસ્થ માતા સુદર્શન મલ્હોત્રાની અંતિમ સંસ્કાર વિધિઓમાં સાંતાક્રુઝ (પશ્ચિમ)ના શાસ્ત્રી નગર ખાતે સ્મશાનગૃહમાં હાજરી આપી હતી.

અનિલ થડાણી (Anil Thadani), રોહિત ધવન (Rohit Dhawan), જૅકી ભગનાણી (Jackky Bhagnani), રકુલ પ્રિત સિંહ (Rakul Preet Singh), દિવ્યેન્દુ શર્મા (Divyendu Sharma), ખુશી કપૂર (Khushi Kapoor), ઓરી (Orry), ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar), કરણ જોહર (Karan Johar) સહિત અનેક સેલેબ્ઝ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

સાંત્વના આપવા પહોંચ્યા સેલેબ્ઝ

ગઈકાલે સુદર્શન મલ્હોત્રાનાના નિધનના સમાચાર મળ્યા બાદ અનેક સેલેબ્ઝ મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યા હતા.

આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) સાથે જોવા મળ્યા હતા. વરુણ ધવન (Varun Dhawan) તેની પત્ની નતાશા દલાલ (Natasha Dalal) સાથે પહોંચ્યો હતો. નુશ્રત ભરુચા (Nushrratt Bharuccha), મલાઈકા અરોરા (Malaika Arora) અને કરિશ્મા કપૂર (Karisma Kapoor) પણ શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) સજોડે મનીષ મલ્હોત્રાના ઘરે ગયા હતા. જ્યારે સંજય કપૂર (Sanjay Kapoor) અને કરણ ટેકર (Karan Tacker)એ મનીષના ઘરે જઈને તેમને નૈતિક ટેકો આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK