Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મનાલી-શિમલા, દાર્જીલિંગ, સિક્કિમ, કોડાઇકેનાલમાં ચક્કાજામ

મનાલી-શિમલા, દાર્જીલિંગ, સિક્કિમ, કોડાઇકેનાલમાં ચક્કાજામ

Published : 27 May, 2026 03:03 PM | IST | himachal pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશભરમાં ગરમીનો પારો વધતાં હિલ-સ્ટેશનો પર સહેલાણીઓનો જબરદસ્ત ધસારો

મનાલી

મનાલી


સ્કૂલોમાં વેકેશન છે અને ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ભારતભરના સહેલાણીઓ ઠંડાં હિલ-સ્ટેશનો તરફ દોટ લગાવી રહ્યા છે. એને કારણે શાંત અને સ્વચ્છ પહાડી વિસ્તારોમાં જબરદસ્ત ધમધમાટ થઈ ગયો છે. 

હિમાચલ પ્રદેશમાં મનાલી અને શિમલાની પહાડીઓની આસપાસ ગયા શુક્રવારથી સતત ટ્રાફિક જૅમની સ્થિતિ છે. કાલકા-શિમલા નૅશનલ હાઇવે અને મનાલીના રોડ પર લગભગ પાંચથી ૬ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ જોવા મળ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં મનાલીમાં ભારે પર્યટક વાહનોની અવરજવરને કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ રહી છે.  ઉત્તરાખંડમાં નૈનીતાલ અને મસૂરીના પણ લગભગ એ જ હાલ છે. મૉલ રોડની આસપાસના વિસ્તારોમાં વીક-એન્ડમાં ભારે ટ્રાફિક જૅમ છે. ગઈ કાલે નૈનીતાલનાં તમામ પાર્કિંગ ફુલ થઈ ગયાં હોવાથી પોલીસને ટ્રાફિક સંભાળવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. 



સિક્કિમમાં ઝીરો પૉઇન્ટ પર ફરવા જનારા સહેલાણીઓને ગઈ કાલે ૮ કિલોમીટર લાંબા ટ્રાફિક જૅમમાં ફસાવું પડ્યું હતું. યુમથાંગની ફૂલોની ઘાટીથી થઈને આવનારા પર્યટકોએ લગભગ ત્રણથી ૪ કલાક ધીમા ટ્રાફિકને કારણે ભારે પરેશાની અનુભવી હતી. ગૅન્ગટૉક પાસે ૧૫,૩૦૦ ફુટની ઊંચાઈએ આવેલા ઝીરો પૉઇન્ટ માટે ટ્રાફિક વણસ્યો હતો કેમ કે ચુંગથાંગની ઘાટીમાં વારંવાર ભૂસ્ખલન થતું હોવાથી અમુક રસ્તાઓ બંધ છે. 


દાર્જીલિંગની સાંકડી ગલીઓ પર્યટકોનાં વાહનોથી ઊભરાઈ રહી છે. અહીં સ્થાનિકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. પર્યટકોનું કહેવું છે કે ધૂમથી દાર્જીલિંગનો રસ્તો માત્ર પંદરથી ૨૦ મિનિટમાં કપાઈ જાય છે, પણ હાલમાં આટલો રસ્તો પાર કરતાં ત્રણથી ૪ કલાક લાગે છે. શહેરમાં ઘૂસ્યા પછી હરવા-ફરવા માટે કારમાં નીકળી શકાય એવું રહ્યું જ નથી. 

દક્ષિણ ભારતના પહાડી વિસ્તારોમાં મનાલી-શિમલા જેટલી નહીં, પરંતુ પર્યટકોના ધસારાને કારણે ભીડ ખૂબ જ વધી ગઈ છે. કોડાઈકનાલ અને ઊટીમાં પ્રવેશવા અને નીકળવા માટે ભારે ટ્રાફિક થઈ રહ્યો છે. ટ્રાફિકનું પ્રૉપર નિયમન થાય એ માટે એક લેનવાળા રોડ પર ભારે ભીડને કારણે પ્રશાસને ડિજિટલ QR કોડ પાસની સિસ્ટમ લાગુ કરી છે, પણ જોઈએ એટલો ફરક નથી પડી રહ્યો. 


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 03:03 PM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK