વિયેતનામમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે તે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે હો ચી મિન્હ સિટીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલમાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યો.
ઘટનાના વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
વિયેતનામના ફુ ક્વૉક ટાપુ નજીક એક મોટી દુર્ઘટના બની હતી. ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી, જેથી 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા છે. બોટ પર કુલ 32 ભારતીય પ્રવાસીઓ અને ચાર ક્રૂ સભ્યો સવાર હતા. આ ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, સ્પીડબોટ હૉન મી રુટ ટાપુથી એન થોઈ બંદર તરફ જઈ રહી હતી ત્યારે કિનારાથી લગભગ 400 મીટર દૂર પલટી ગઈ હતી. વિયેતનામની સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે અકસ્માત સમયે હવામાન ખરાબ હતું અને મોજા પણ તોફાની હતા.
ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
ADVERTISEMENT
In a tragic incident, a boat carrying several Indian tourists has capsized near Phu Quoc Island in Vietnam a few hours ago.
— India in Vietnam (@AmbHanoi) July 11, 2026
Exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing.
In order to provide information…
વિયેતનામમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે તે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે હો ચી મિન્હ સિટીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલમાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, "હો ચી મિન્હ સિટીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ ખાતે અસરગ્રસ્ત પરિવારોને માહિતી અને સહાય પૂરી પાડવા માટે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. સહાય માટે, 84 36 281 7930, 84 91 552 3714 અને 84 33 452 0414 પર સંપર્ક કરી શકાય છે."
રાહત અને બચાવ કામગીરી ચાલુ
Vietnam : A speedboat carrying 32 Indian tourists sank near Hon May Rut Ngoai off Phu Quoc at around 10:30 a.m. on July 11. 18 people have been rescued so far. Authorities fear multiple casualties. Search and rescue operations are ongoing. pic.twitter.com/icPJRYhDep
— Baba Banaras™ (@RealBababanaras) July 11, 2026
ઘટનાસ્થળના વીડિયોમાં પલટી ગયેલી બોટ દેખાઈ રહી છે, અને બચાવ ટીમો રાહત કામગીરી કરી રહી છે. સ્થાનિક અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે. ફુ ક્વૉક વિયેતનામનો સૌથી મોટો ટાપુ છે અને દેશના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક છે. તાજેતરના વર્ષોમાં ટાપુની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ચીનમાં વાવાઝોડાને કારણે આવેલા પૂરમાં સાપઉછેર કેન્દ્રમાંથી ૯૦૦થી પણ વધારે સાપ ભાગી છૂટ્યા
દક્ષિણ ચીનમાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે ભયંકર પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. પૂરને કારણે હેન્ગઝોઉ શહેરમાં એક સ્નેક-બ્રીડિંગ ફાર્મ પણ તળાવમાં તબદીલ થઈ ગયું અને પાણીના ધસમસતા પ્રવાહમાં અંદર રાખેલા સેંકડો સાપ પાણી ભેગા વહી ગયા. પાણીના પ્રવાહ સાથે લગભગ ૯૦૦થી વધુ સાપ બ્રીડિંગ ફાર્મમાંથી ભાગી ગયા હતા. ગનીમત એ રહી કે અહીં ઉછેરવામાં આવતા મોટા ભાગના સાપ બિનઝેરી હતા અને બહુ ગણ્યાગાંઠ્યા કોબ્રા જેવા ઝેરી સાપો હતા. એ થોડાક કોબ્રા સાપને પકડીને સુરક્ષિત સ્થાને પાછા લાવવા માટે સ્થાનિક રેસ્ક્યુ દળોએ સર્ચ ઑપરેશન ગતિમાન કરી દીધું હતું. ઇમર્જન્સી ટીમોએ સ્થાનિક સર્પમિત્રોની સહાય લઈને પાણીમાં વહેતા સાપોને પકડવાનું કામ શરૂ કર્યું હતું. જોકે એ પછી પણ જ્યાં-જ્યાંથી આ પૂરનાં પાણી ફરી વળેલાં એ જગ્યાએ ચોમેર સાપોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
