Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં આજે વરસાદ અને આંધીની અલર્ટ

ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં આજે વરસાદ અને આંધીની અલર્ટ

Published : 04 April, 2026 10:04 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે દિલ્હી-વારાણસીમાં ધૂળની આંધી અને જેસલમેરના રણમાં કરાવૃષ્ટિ થઈ

ગઈ કાલે પટનામાં ગાંધી મેદાનમાં ધૂળની જોરદાર ડમરીથી પોતાને બચાવતા લોકો

ગઈ કાલે પટનામાં ગાંધી મેદાનમાં ધૂળની જોરદાર ડમરીથી પોતાને બચાવતા લોકો


દેશભરમાં ગરમીની શરૂઆત થયા પછી ફરી મોસમ બદલાઈ છે. ગઈ કાલે રાજસ્થાનના રણવિસ્તારો બિકાનેર અને જેસલમેરમાં કરાવૃષ્ટિ થઈ હતી. જયપુર સહિત ૭ જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો અને અનેક ગામોમાં ધૂળની ડમરીઓ ઊડી હતી. દિલ્હી-વારાણસીમાં પણ તેજ આંધીએ વાતાવરણને ધૂળથી ભરી દીધું હતું અને પછી વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે અને સાથે હિમસ્ખલનની સંભાવનાઓને કારણે અટલ ટનલ રોહતાંગના નૉર્થ પોર્ટલ પર સહેલાણીઓની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવા વરસાદની આગાહી છે. બીજી તરફ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં વીજળીના કડાકા સાથે વરસાદ અને ચક્રવાતની આગાહી છે. ૫૦થી ૬૦ કિલોમીટરની સ્પીડથી પવન ફૂંકાઈ શકે છે.



જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારતમાં મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મિઝોરમમાં વરસાદ અને વીજળીના ચમકારાની આગાહી છે. અરુણાચલ પ્રદેશમાં આવતી કાલે પણ વરસાદની આગાહી છે.


આસમાનમાં ૧૦૦૦ કિલોમીટરનાં કાળાં વાદળાં


પાકિસ્તાન અને ઉત્તર ભારતના આસમાનમાં ૧૦૦૦ કિલોમીટર લાંબાં કાળાં વાદળાં છવાયેલાં છે. એને કારણે ઉત્તર ભારતમાં આગામી ૨૪ કલાકમાં પવન ફૂંકાવાની સાથે વાદળાં ગરજીને વરસાદ પડવાની સંભાવના છે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 10:04 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK