Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં સ્વતંત્રતાદિવસ પહેલાં ૩૦૪ જિલેટિન સ્ટિક્સ અને દેશી બૉમ્બથી ભરેલા ૪ કોથળા મળી આવ્યાં

પશ્ચિમ બંગાળમાં સ્વતંત્રતાદિવસ પહેલાં ૩૦૪ જિલેટિન સ્ટિક્સ અને દેશી બૉમ્બથી ભરેલા ૪ કોથળા મળી આવ્યાં

Published : 15 August, 2026 08:29 AM | IST | Birbhum
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નલહાટીના લોકનમારા ગામમાં સૂમસામ મકાનમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્વતંત્રતા-દિવસ પહેલાં ઘણા વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે, જેમાં જિલેટિન સ્ટિક્સ અને દેશી બૉમ્બનો સમાવેશ છે. રામપુરહાટના પઠાનવાડા વિસ્તારમાં એક વ્યક્તિના ઘરેથી ૩૦૪ જિલેટિન સ્ટિક્સ મળી આવી હતી. એક અલગ સ્થળેથી ૩૮ કિલો જિલેટિન સ્ટિક્સ જપ્ત કરવામાં આવી હતી.

મલ્લારપુર વિસ્તારના કોટ ગામમાં માટીના મકાનમાંથી ૪ કોથળા ભરેલા દેશી બૉમ્બ મળી આવ્યા હતા. નલહાટીના લોકનમારા ગામમાં સૂમસામ મકાનમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જેમાં અમોનિયમ નાઇટ્રેટ અને ડિટોનેટરનો સમાવેશ છે.



સરહદ પર બે શંકાસ્પદ ઝડપાયા


પશ્ચિમ બંગાળ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે મંગળવારે ભારત-બંગલાદેશ સરહદ પર બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી જેમાં એક પાકિસ્તાની નાગરિકનો સમાવેશ છે. તે પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવાસી રઉફ ઉર્ફે વહાબ આલમ છે. તે ૨૦૧૨માં નેપાલના રસ્તે ભારતમાં ઘૂસી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2026 08:29 AM IST | Birbhum | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK