રેજીનગર બેઠકના મમતા બૅનરજીના ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચવાની જાહેરાત કર્યા બાદ યુ-ટર્ન લીધો
મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળમાં રેજીનગર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની મમતા ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉન્ગ્રેસના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ પોતાનું નામાંકન પાછું ખેંચવાની જાહેરાત બાદ એકાએક યુ-ટર્ન લીધો હતો અને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
યુ-ટર્ન વિશે બોલતાં રબીઉલ આલમ ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘આ યુ-ટર્નનું એક જ કારણ છે. અમારાં નેતા મમતા બૅનરજીએ અમને ચૂંટણી લડવાનો નિર્દેશ આપ્યો છે. અમે દીદીના સૈનિકો છીએ, મેદાનમાંથી પાછા હટીશું નહીં. અમે ચૂંટણી લડીશું.’
ADVERTISEMENT
આ પહેલાં શુક્રવારે નંદીગ્રામ બેઠક પર મમતા બૅનરજીનાં ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું અને મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીની મુલાકાત લીધી હતી. આમ નંદીગ્રામમાં હવે મમતા બૅનરજીની પાર્ટીનો કોઈ ઉમેદવાર નથી. મમતા બૅનરજીએ કૉન્ગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને ટેકો જાહેર કર્યો છે, પણ શુક્રવારે રાત્રે જ મિલન પ્રધાનની ૨૦૦૭ના એક જમીન અધિગ્રહણ કેસમાં પોલીસે ધરપકડ કરી હતી.
૬ ઑક્ટોબરે રેજીનગર અને નંદીગ્રામમાં પેટાચૂંટણી થવાની છે.
