Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લખનઉમાં ગોમતીનગર સ્ટેશન પર ટ્રેનની બૉગીમાં મળી મહિલાની લાશ

લખનઉમાં ગોમતીનગર સ્ટેશન પર ટ્રેનની બૉગીમાં મળી મહિલાની લાશ

Published : 19 May, 2026 02:19 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાળું મારેલી પેટીમાં પાંચ ટુકડામાં કપાયેલું ધડ અને પાસે રાખેલી કપડાની બૅગમાં પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલું માથું

લખનઉમાં રેલવેના સ્લીપર-કોચમાંથી લાવારિસ મળેલી પેટીનું તાળું તોડતાં એમાંથી પાંચ ટુકડામાં કપાયેલું ધડ મળ્યું હતું. પાસેની કપડાની બૅગમાં શબનું માથું હતું.

લખનઉમાં રેલવેના સ્લીપર-કોચમાંથી લાવારિસ મળેલી પેટીનું તાળું તોડતાં એમાંથી પાંચ ટુકડામાં કપાયેલું ધડ મળ્યું હતું. પાસેની કપડાની બૅગમાં શબનું માથું હતું.


ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બિહારના છપરાથી લખનઉ પહોંચેલી ગોમતીપુર એક્સપ્રેસ ટ્રેનની બૉગીમાં સફાઈકામ દરમ્યાન લાવારિસ પડેલા સામાનમાંથી એક યુવતીનું શબ મળ્યું હતું. ટ્રેન રોકાયા પછી સફાઈ-કામદારો ટ્રેનની સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને એક લાવારિસ પેટી પડેલી મળી હતી. પેટીને તાળું મારેલું. એ તાળું તોડતાં એમાંથી મહિલાનું ધડ પાંચ ટુકડામાં કપાયેલું પડ્યું હતું. જોકે એમાં માથું નહોતું. માથું નજીકમાં જ પડેલી બીજી કપડાની હૅન્ડબૅગમાં પ્લાસ્ટિકમાં વીંટાળેલી હાલતમાં નીકળ્યું હતું. આ શબ પચીસથી ૩૦ વર્ષની વયની યુવતીનું હોય એવું લાગે છે. આ કોણ છે એની ઓળખ કરવાનું કામ પોલીસે શરૂ કર્યું છે. ગોમતીપુર એક્સપ્રેસ છપરાથી નીકળીને ૨૦ સ્ટેશનો પાર કરીને ૧૨ કલાકમાં લખનઉ પહોંચે છે. કયા સ્ટેશન પરથી આ સામાન ટ્રેનમાં આવ્યો અને કોણ લઈ આવ્યું એની તપાસ કરવા માટે ૩ ટીમ તૈયાર કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 02:19 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK