ગુરુવારે ભારતમાં X અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ કલાકો સુધી ખોરવાઈ હતી. દિલ્હી-મુંબઈ સહિતના શહેરોમાં યૂઝર્સને લોગ-ઈન અને ફીડમાં સમસ્યા નડી હતી. જાણો આ ટેકનિકલ ખામી પાછળની વિગતો.
પ્રતીકાત્મક તસવીર - એઆઇ
ગુરુવાર, 5 ફેબ્રુઆરીના રોજ ભારતીય સોશિયલ મીડિયા યૂઝર્સ માટે દિવસ મુશ્કેલીભર્યો રહ્યો હતો. વિશ્વના બે સૌથી મોટા પ્લેટફોર્મ્સ, ઇલોન મસ્કની (Elon Musk) માલિકીનું `X` (અગાઉનું ટ્વિટર) અને મેટાનું ઇન્સ્ટાગ્રામ (Instagram)- એક જ દિવસે ટેકનિકલ ખામીનો શિકાર બન્યા હતા. આ આઉટેજને કારણે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં ડિજિટલ કમ્યુનિકેશન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું.
સાંજે `X` પર સર્જાયું સંકટ
ADVERTISEMENT
સાંજે 4:00 વાગ્યાની આસપાસ `X`ના સર્વરમાં મોટી ખામી જોવા મળી હતી. ડાઉન ડિટેક્ટર (DownDetector) ના ડેટા મુજબ, હજારો ભારતીય યૂઝર્સે પ્લેટફોર્મ એક્સેસ કરવામાં અસમર્થતા દર્શાવી હતી. સૌથી વધુ અસર વેબસાઇટ યૂઝર્સ પર જોવા મળી હતી, જ્યાં પેજ રિફ્રેશ કરવા પર "Something went wrong. Try reloading" તેવો એરર મેસેજ આવતો હતો. અંદાજે 64% ફરિયાદો ડેસ્કટોપ સાઇટને લઈને હતી, જ્યારે બાકીની એપ અને લોગ-ઈન સર્વિસ સાથે જોડાયેલી હતી.
ઇન્સ્ટાગ્રામ પર સવારથી જ મુશ્કેલી
માત્ર `X` જ નહીં, ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે પણ આજનો દિવસ જરા આકરો રહ્યો હતો. સવારે 7:00 વાગ્યાથી જ ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી. વૈશ્વિક સ્તરે 10,000 થી વધુ અને ભારતમાં હજારો યૂઝર્સે જણાવ્યું કે તેઓ સ્ટોરીઝ અપલોડ કરી શકતા નહોતા કે ફીડ રિફ્રેશ કરી શકતા નહોતા. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામના વેબ વર્ઝન પર `બ્લેક આઉટ` જેવી સ્થિતિ હતી. આઉટેજ દરમિયાન ઘણા યૂઝર્સે એવો પણ દાવો કર્યો હતો કે તેમના એકાઉન્ટ્સ કોઈપણ કારણ વગર સસ્પેન્ડ થઈ ગયા છે અથવા "કમ્યુનિટી ગાઈડલાઈન્સ" ભંગના ખોટા મેસેજ આવી રહ્યા છે.
શા માટે ડાઉન થયા પ્લેટફોર્મ્સ?
તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખામી ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર અથવા કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (CDN) માં સર્જાયેલી સમસ્યાને કારણે હોઈ શકે છે. જોકે, મેટા (Meta) કે `X` તરફથી કોઈ અધિકૃત ટેકનિકલ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતો તેને સર્વર કનેક્ટિવિટી ઇશ્યુ માની રહ્યા છે. નોંધનીય છે કે આ અઠવાડિયામાં `X` બીજી વખત ડાઉન થયું છે, જે પ્લેટફોર્મની સ્થિરતા પર સવાલ ઉભા કરે છે. ઇસ્ટાગ્રામ યુ.એસ.એ.માં બંધ થયું હોવાના અહેવાલો સાતેક કલાક પહેલાના છે અને બાદમાં પ્લેટફોર્મ ચાલુ થઇ ગયું હતું.


