વિનાયક દામોદર સાવરકરના પૌત્ર, રણજીત સાવરકર કોંગ્રેસના નેતા અને કર્ણાટકના મંત્રી દિનેશ ગુંડુ રાવની સાવરકર પરની ટિપ્પણી બાદ રાહુલ ગાંધી પર ભડક્યા. રણજિત સાવરકરે કહ્યું, “સાવરકરને વારંવાર બદનામ કરવાની કોંગ્રેસની આ રણનીતિ છે, ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી રહી છે. પહેલા રાહુલ ગાંધી કરતા હતા અને હવે તેમના નેતાઓ નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસ હિંદુ સમાજને જાતિઓમાં વહેંચીને ચૂંટણી જીતવા માંગે છે. આ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જેવું છે. સાવરકરનું ગૌમાંસ ખાવું અને ગૌહત્યાને સમર્થન આપવાનું નિવેદન ખોટું છે. હું તેની સામે માનહાનિનો દાવો કરવા જઈ રહ્યો છું. તેઓ આગળ કહે છે, "ઇન્દિરા ગાંધીએ હંમેશા વીર સાવરકરની નીતિઓનું પાલન કર્યું, તેમણે ક્યારેય નેહરુ અને ગાંધીની એક નીતિનું પાલન કર્યું નથી."