વાદળ ફાટવાની દુર્ઘટનામાં તેનાં મમ્મી-પપ્પા અને દાદી તણાઈ જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો
નિકિતા
હિમાચલ પ્રદેશમાં ૩૦ જૂનની રાતે મંડી જિલ્લાના સેરાજ વિધાનસભા મતવિસ્તાર હેઠળના તલવારા ગામમાં આવેલા પૂરમાં ચમત્કારિક રીતે બચી ગયેલી ૧૧ મહિનાની નિકિતાને દત્તક લેવા માટે દેશ-વિદેશના ૧૫૦થી વધુ પરિવારોએ રસ દાખવ્યો છે. વાદળ ફાટવાની દુર્ઘટનામાં તેનાં મમ્મી-પપ્પા અને દાદી તણાઈ જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો, પણ તે ચમત્કારિક રીતે બચી ગઈ હતી. ૧૫૦થી વધુ પરિવારોએ આ બહાદુર નાની છોકરીને નવું ઘર આપવાની ઑફર કરી છે. જોકે નિકિતાની કાકી કિરણદેવી તેના પરિવારના ટેકાથી તેનો ઉછેર કરશે અને તેમનો સમુદાય નિકિતાના ભવિષ્ય માટે સહાય પૂરી પાડી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્રે તેના માટે એક સમર્પિત બૅન્ક-ખાતું ખોલ્યું છે અને એમાં નાણાકીય સહાય જમા કરાવવામાં આવી રહી છે.

