આ પર્ફોર્મન્સને લાર્જેસ્ટ રોબો યુનિટના ડાન્સનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો ખિતાબ મળ્યો હતો.
૧૫૧ રોબોએ એકસાથે ડાન્સ કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
ચીનમાં હ્યુમનૉઇડ રોબો પાસેથી હવે જાત-જાતનું કામ કરાવાય છે, પરંતુ ઘણાબધા રોબો એક સિન્કમાં એક જ કામ કરે એ માટે ખાસ ટ્રેઇનિંગ રૂપે તેમને ડાન્સ કરતાં પણ શીખવવાનું શરૂ થયું છે. આ ટ્રેઇનિંગ સેશન પછી રોબોટિક્સ કંપનીઓએ ૧૮ અને ૧૯ નવેમ્બરે શેનઝેનમાં મળેલી એશિયા પૅસિફિક ઇકોનૉમિક કો-ઑપરેશનની મીટિંગમાં રોબોને રસ્તા પર નચાવ્યા હતા. ૧૫૧ રોબોએ મ્યુઝિક પર એકમેક સાથે તાલ સાધીને એકસરખી ડાન્સ-મૂવમેન્ટ કરતો પર્ફોર્મન્સ આપ્યો હતો. આ પર્ફોર્મન્સને લાર્જેસ્ટ રોબો યુનિટના ડાન્સનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો ખિતાબ મળ્યો હતો.
