Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૮ વર્ષનો ટીનેજર બન્યો વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર

૧૮ વર્ષનો ટીનેજર બન્યો વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર

Published : 05 August, 2026 07:23 PM | IST | Florida
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના 18 વર્ષીય નૅથન થૉમસે માયામી ડેડ કૉલેજમાં પ્રોફેસર બની વિશ્વનો સૌથી નાની વયનો પુરુષ-પ્રોફેસર બનવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો.

૧૮ વર્ષનો ટીનેજર બન્યો વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર

૧૮ વર્ષનો ટીનેજર બન્યો વિશ્વનો સૌથી નાની વયનો પ્રોફેસર


આમ તો ૧૮ વર્ષની ઉંમરે ટીનેજરો કૉલેજના પ્રથમ કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ અમેરિકાના ફ્લૉરિડાના નૅથન થૉમસે આ જ ઉંમરે એક અદ્ભુત ઇતિહાસ રચી દીધો છે. નૅથન માત્ર ૧૮ વર્ષ ૩૪૬ દિવસની ઉંમરે માયામી ડેડ કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈને વિશ્વનો સૌથી નાની વયનો પુરુષ-પ્રોફેસર બન્યો છે. આ સાથે તેણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને ૧૭૧૭થી (આશરે ૩૦૦ વર્ષથી) સ્કૉટિશ ગણિતશાસ્ત્રી કૉલિન મૅક્લોરિનના નામે નોંધાયેલો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
નૅથન થૉમસની આ સિદ્ધિ પાછળ તેની અસાધારણ બુદ્ધિપ્રતિભા છે. તેણે માત્ર ૧૦ વર્ષની ઉંમરે કૉલેજના ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું. ૧૪ વર્ષની ઉંમરે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો અને ૧૮ વર્ષની ઉંમર સુધીમાં તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બૅચલર્સ અને માસ્ટર્સ બન્ને ડિગ્રીઓ મેળવી લીધી હતી. હવે તે એ જ કૉલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભણાવે છે જ્યાં તેના વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓ તેની જ ઉંમરના કે તેનાથી મોટા છે. નૅથન કહે છે, ‘મને હતું કે હું ભવિષ્યમાં ક્યારેક ભણાવવા પાછો આવીશ, પણ આટલી વહેલી ઉંમરે આવીશ એવું વિચાર્યું નહોતું.’ અત્યારે આ યંગ પ્રોફેસર એન્જિનિયરિંગ ભણાવવાની સાથે યુનિવર્સિટી ઑફ માયામીમાંથી ચાર્ટર્ડ પેટન્ટ લૉનો અભ્યાસ પણ કરી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 07:23 PM IST | Florida | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK