Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩ વર્ષના ભારતીય મૂળના અમેરિકન છોકરાએ બનાવ્યો પુસ્તક લખવાનો રેકૉર્ડ

૩ વર્ષના ભારતીય મૂળના અમેરિકન છોકરાએ બનાવ્યો પુસ્તક લખવાનો રેકૉર્ડ

Published : 11 October, 2026 03:26 PM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ૩ વર્ષના એક બાળકે લખેલું એક પુસ્તક પબ્લિશ થયું હતું જે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું છે.

અદ્વય જૈન

અજબ ગજબ

અદ્વય જૈન


અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ૩ વર્ષના એક બાળકે લખેલું એક પુસ્તક પબ્લિશ થયું હતું જે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં નોંધાયું છે. અદ્વય જૈન નામનો આ ટાબરિયો પૂરાં ૪ વર્ષનો થાય એ પહેલાં જ તેણે પુસ્તક લખી નાખ્યું છે. આ પુસ્તકમાં તેણે બાળકોને ખોરાક બરબાદ ન કરવા માટે સલાહ આપી છે અને તેમની જ ઉંમરના બાળકોને હેલ્ધી ફૂડ ખાવાનો સંદેશ પણ આપ્યો છે. તેણે પુસ્તકનું નામ આપ્યું હતું, ‘ડીનો લર્ન્સ નૉટ ટુ વેસ્ટ ફૂડ’. સ્કૂલમાં લંચ-બ્રેક દરમ્યાન બાળકોની ફૂડ-હૅબિટ્સ જોઈને તેણે આ વિશે લખ્યું હતું. અદ્વયની મોટી બહેન ૧૨ વર્ષની વયે રાઇટર અને પેઇન્ટર બની હતી. એ જોઈને અદ્વયને પ્રેરણા મળી હતી. ન્યુ યૉર્કમાં રહેતા અદ્વયના આ મોટિવેશનલ લખાણને પુસ્તક તરીકે પબ્લિશ કરવામાં આવ્યું હતું. અદ્વયનો જન્મ ૨૦૨૨ની ૨૩ એપ્રિલે થયો હતો અને તેનું પુસ્તક ૨૦૨૬ની ત્રીજી એપ્રિલે પ્રકાશિત થયું હતું. આમ ૩ વર્ષ અને ૩૪૫ દિવસની ઉંમરે અદ્વયે લેખક બનવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 03:26 PM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK