Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મસાને શેકવા માટેનો પથ્થર ગુદામાં ઘૂસી ગયો, ૪૮ કલાક પછી ડૉક્ટરોએ સર્જરી કરીને કાઢ્યો

મસાને શેકવા માટેનો પથ્થર ગુદામાં ઘૂસી ગયો, ૪૮ કલાક પછી ડૉક્ટરોએ સર્જરી કરીને કાઢ્યો

Published : 11 October, 2026 03:29 PM | IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટરોએ પેટ પર ચીરો મૂક્યા વિના ગુદામાર્ગ પર કાપો મૂકીને એ પથ્થર કાઢ્યો હતો અને સાથે મસા પણ કાઢી નાખ્યા હતા

પથ્થર

અજબ ગજબ

પથ્થર


ઉત્તર પ્રદેશના કાનપુરમાં મસાનો દુખાવો ઘટાડવા માટે ૪૫ વર્ષના એક કામગારે ગરમ પાણીમાં પથ્થર ગરમ કરીને એનાથી શેક કરવાનો ઘરગથ્થુ ઉપાય અજમાવ્યો હતો. તે ગુદામાર્ગ પર પથ્થર આવે એ રીતે એની પર બેઠો હતો. જોકે અચાનક સંતુલન બગડતાં એ પથ્થર ગુદાની અંદર જતો રહ્યો. પથ્થર ભલે દેખાવમાં નાનો હતો પરંતુ લગભગ ૧.૫ કિલો વજનનો હતો. એક તરફ મસાનો દુખાવો અને બીજી તરફ પથ્થર અંદર ઘૂસી ગયો. શરમને કારણે તે કોઈને કંઈ કહી શક્યો નહીં. ૪૮ કલાક સુધી તે એમ જ રહ્યો પણ પછી જ્યારે પથ્થર એમ નીકળે એવી કોઈ શક્યતા ન જણાઈ અને દુખાવો અસહ્ય થવા લાગ્યો ત્યારે તે હૉસ્પિટલ પહોંચ્યો. ડૉક્ટરોએ એક્સ-રે કર્યો તો એ પથ્થર ગુદામાર્ગમાં ખાસ્સો ઉપર જઈને ફસાઈ ગયો હતો. સર્જરી કર્યા વિના આ પથ્થર કાઢવો શક્ય નહોતો. ડૉક્ટરોએ પેટ પર ચીરો મૂક્યા વિના ગુદામાર્ગ પર કાપો મૂકીને એ પથ્થર કાઢ્યો હતો અને સાથે મસા પણ કાઢી નાખ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 03:29 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK