મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આશરે પાંચ મહિનાની વિશેષ ડ્રાઇવમાં બુલેટનાં મૉડિફાય કરવામાં આવેલાં ૩૦૦ સાઇલેન્સર જપ્ત કરીને ડેપ્યુટી પોલીસ-કમિશનર નીતિન બગાટેએ એમાંથી સ્પેસ રૉકેટનું આર્ટવર્ક તૈયાર કરાવ્યું હતું અને એનું ક્રાન્તિ ચોકમાં અનાવરણ કર્યું
સ્પેસ રૉકેટનું આર્ટવર્ક
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આશરે પાંચ મહિનાની વિશેષ ડ્રાઇવમાં બુલેટનાં મૉડિફાય કરવામાં આવેલાં ૩૦૦ સાઇલેન્સર જપ્ત કરીને ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP) નીતિન બગાટેએ એમાંથી સ્પેસ રૉકેટનું આર્ટવર્ક તૈયાર કરાવ્યું હતું અને એનું ક્રાન્તિ ચોકમાં અનાવરણ કર્યું હતું. સાઇલેન્સર મૉડિફાય કરાવવામાં આવે એટલે ધ્વનિપ્રદૂષણ વધી જાય છે અને યુવાનોમાં આ ક્રેઝ વધારે જોવા મળે છે. ધ્વનિપ્રદૂષણ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) હેઠળ મળેલા ફન્ડથી આ આર્ટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું.

