Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રેગ્નન્સીમાં ૭ મૅરથૉન દોડી ચૂકી છે આ ઍથ્લીટ, સાડાઆઠ મહિનાની પ્રેગ્નન્સીમાં છેલ્લી મૅરથૉન પૂરી કરી

પ્રેગ્નન્સીમાં ૭ મૅરથૉન દોડી ચૂકી છે આ ઍથ્લીટ, સાડાઆઠ મહિનાની પ્રેગ્નન્સીમાં છેલ્લી મૅરથૉન પૂરી કરી

Published : 20 November, 2026 01:36 PM | Modified : 20 November, 2026 02:50 PM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રેગ્નન્સીની ખબર પડ્યા પછી તેણે કુલ ૭ મૅરથૉન દોડવાની હતી અને ન્યુ યૉર્કમાં યોજાયેલી ઇવેન્ટ એમાં છેલ્લો તબક્કો હતી. કીન કહે છે, ‘મને ખબર છે પૂરા મહિના જઈ રહ્યા હોય ત્યારે મૅરથૉન દોડવાનું થોડુંક અજીબ અને જોખમી છે, પણ હું મારી ફિટનેસને લઈને સભાન હતી.’

ડીઅરડ્રી કીન

અજબ ગજબ

ડીઅરડ્રી કીન


અમેરિકાના ન્યુ યૉર્કમાં પહેલી નવેમ્બરે મૅરથૉન યોજાઈ હતી, એમાં ડીઅરડ્રી કીન નામની ૩૮ વર્ષની મહિલા પણ મૅરથૉન દોડી હતી. નવાઈ એ વાતની હતી કે એ સમયે કીનની પ્રેગ્નન્સીનું ૩૪મું અઠવાડિયું ચાલી રહ્યું હતું, મતલબ કે પ્રેગ્નન્સીના ૮ મહિના પૂરા થયા પછી બે વીક ઉપર જતાં રહ્યાં હતાં. નવમા મહિનામાં આટલો શારીરિક શ્રમ કરવો જોખમી પણ છે અને ચૅલૅન્જિંગ પણ. કીન પ્રોફેશનથી નર્સ છે અને વર્ષોથી મૅરથૉન દોડવાનું પૅશન ધરાવે છે. અત્યાર સુધીમાં કુલ ૭૦ ફુલ મૅરથૉન દોડી ચૂકી છે. એમાંથી છેલ્લી ૭ મૅરથૉન તો પ્રેગ્નન્સી દરમ્યાન પૂરી કરી છે. તેણે નક્કી કર્યું હતું કે એક વર્ષમાં તે તમામ મેજર વર્લ્ડ મૅરથૉન દોડવાનું પૂરું કરશે. કીનનું કહેવું છે કે ‘ગયા વર્ષે મેં અને મારા પતિએ નક્કી કરેલું કે ૨૦૨૬માં તમામ મેજર મૅરથૉન દોડવાનો ગોલ રાખીએ અને પછી ફૅમિલી-પ્લાનિંગ કરીશું. જોકે અણધારી પ્રેગ્નન્સી રહી ગઈ. મેં વિચાર્યું કે પ્રેગ્નન્સીમાં મૅરથૉન દોડવાનો પડકાર પણ ઉઠાવી લઉં. એટલે અમે પ્લાન બદલ્યો નહીં.’

પ્રેગ્નન્સીની ખબર પડ્યા પછી તેણે કુલ ૭ મૅરથૉન દોડવાની હતી અને ન્યુ યૉર્કમાં યોજાયેલી ઇવેન્ટ એમાં છેલ્લો તબક્કો હતી. કીન કહે છે, ‘મને ખબર છે પૂરા મહિના જઈ રહ્યા હોય ત્યારે મૅરથૉન દોડવાનું થોડુંક અજીબ અને જોખમી છે, પણ હું મારી ફિટનેસને લઈને સભાન હતી.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 02:50 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK