અનુમાન લગાવી શકાય કે એ વખતે માણસ સંરક્ષણ માટે ધારદાર પંજા ધરાવતો હોવો જોઈએ
આ માનવછાપ ઇન્ડોનેશિયાના સુલાવેતી ટાપુ પર જીવાતી જીવનશૈલીના લોકોની છે.
હજારો વર્ષ પહેલાં માણસ કેવો હતો અને કઈ રીતે ઉત્ક્રાન્તિ દરમ્યાન આજનો માણસ અસ્તિત્વમાં આવ્યો એ સમજવા માટે દુનિયાભરના પુરાતત્ત્વવિદો જૂની માનવસભ્યતાઓને શોધીને એનો અભ્યાસ કરી રહ્યા છે. એવામાં ઇન્ડોનેશિયાના મુના દ્વીપમાં આવેલી લિયાંગ મેટાન્ડુનો નામની ગુફામાં માણસના હાથની છાપ મળી આવી છે. આ છાપ ઓછામાં ઓછાં ૬૭,૮૦૦ વર્ષ જૂની હોવાનું મનાય છે. ગ્રિફિથ યુનિવર્સિટીમાં પુરાતત્ત્વવિદ મૅક્સિક ઑબર્ટના કહેવા અનુસાર આ માનવછાપ ઇન્ડોનેશિયાના સુલાવેતી ટાપુ પર જીવાતી જીવનશૈલીના લોકોની છે. એની આંગળીઓ એકદમ ધારદાર અને વાગે એવાં ટેરવાં ધરાવે છે. આના પરથી અનુમાન લગાવી શકાય કે એ વખતે માણસ સંરક્ષણ માટે ધારદાર પંજા ધરાવતો હોવો જોઈએ.


