Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હજારો વર્ષ જૂની પરંપરાના નામે એક જ દિવસમાં ૭૦૬ વ્હેલ અને ડૉલ્ફિનનો શિકાર, સમુદ્રનું પાણી લાલ થયું

હજારો વર્ષ જૂની પરંપરાના નામે એક જ દિવસમાં ૭૦૬ વ્હેલ અને ડૉલ્ફિનનો શિકાર, સમુદ્રનું પાણી લાલ થયું

Published : 07 June, 2026 12:45 PM | IST | Denmark
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડેન્માર્કના ફેરો ટાપુઓમાં ગ્રિન્ડાડ્રેપ નામની હજાર વર્ષ જૂની પરંપરા હેઠળ ૨૬ મેએ  એક જ દિવસમાં ૭૦૬ વ્હેલ અને ડૉલ્ફિનને મારી નાખવામાં આવી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ડેન્માર્કના ફેરો ટાપુઓમાં ગ્રિન્ડાડ્રેપ નામની હજાર વર્ષ જૂની પરંપરા હેઠળ ૨૬ મેએ  એક જ દિવસમાં ૭૦૬ વ્હેલ અને ડૉલ્ફિનને મારી નાખવામાં આવી હતી. આ ઘટના પછી સમુદ્રનું પાણી લોહીથી લાલ થઈ ગયું હતું અને આ તસવીરો જોઈને દુનિયાભરના લોકોમાં હાહાકાર મચી ગયો હતો. પ્રાણી અધિકાર સંગઠનોએ આ પરંપરાની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે આ અભૂતપૂર્વ ક્રૂરતા છે અને પરંપરાના નામે આધુનિક યુગમાં અનાવશ્યક અને અમાનવીય પ્રથા છે. જોકે આ પરંપરાનો બચાવ કરનારા લોકો કહે છે કે ૧૦૦૦ વર્ષ જૂની વાઇકિંગ સંસ્કૃતિમાં ભોજનનો આ મુખ્ય સ્રોત છે. જોકે વિરોધીઓએ કહ્યું હતું કે આધુનિક યુગમાં આ પ્રકારે સામૂહિક શિકારની કોઈ જરૂર નથી.

સ્થાનિક શિકારીઓ શિકારી બોટની મદદથી આ સમુદ્રી જીવોને છીછરા પાણીમાં લઈ આવ્યા હતા અને પછી હુક, ચાકુ અને અન્ય હથિયારોથી એમનો વધ કર્યો હતો. આ માટે જરૂરી ઉપકરણો ખૂટી પડતાં ઘણી વ્હેલ અને ડૉલ્ફિન ઘણા સમય સુધી તડપતી રહી અને ધીમે-ધીમે લોહી વહી જવાના કારણે મૃત્યુ પામી હતી. ડેન્માર્કના અલગ-અલગ બે દરિયાકિનારે આવાં લોહિયાળ દૃશ્યો સર્જાયાં હતાં. શિકાર બાદ સ્થાનિક લોકોએ એમને કાપીને માંસ વહેંચી લીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 12:45 PM IST | Denmark | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK