Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તાઇવાનની એક રેસ્ટોરાંમાં ડરામણી ગૉડઝિલા સ્ટાઇલની વાનગીમાં મગરનો હાથ પીરસાય છે

તાઇવાનની એક રેસ્ટોરાંમાં ડરામણી ગૉડઝિલા સ્ટાઇલની વાનગીમાં મગરનો હાથ પીરસાય છે

Published : 07 June, 2026 11:46 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનોખી ડિશ માટે લાંબું વેઇટિંગ લિસ્ટ ઑલરેડી છે અને અત્યારે ઑગસ્ટ મહિનાના અંત સુધીનું બુકિંગ ઑલરેડી થઈ ચૂક્યું છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ચીન અને તાઇવાનમાં જાતજાતનાં જાનવરો ખાવામાં આવે છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર તાઇવાનની એક રેસ્ટોરાંએ બહાર પાડેલી ડિશ ચર્ચામાં આવી છે. એ વાનગીનું નામ છે ‘ગૉડઝિલા રામન’. સાઉથ તાઇવાનના ડુલિયુ નામની રેસ્ટોરાંમાં રામન નૂડલ્સની ઉપર મગરનો એક પગ રાંધીને સર્વ કરવામાં આવે છે. આ સૂપમાં જાતજાતનાં પંખીઓનાં ઈંડાં, બેબી કૉર્ન, બ્લૅક ફંગસ અને માછલીની પેસ્ટ જેવી ઘણી અળવીતરી ચીજો છે. એમાં સૌથી મહત્ત્વનો ભાગ છે મગરમચ્છનો હાથ. સાચકલા મગરનો કપાયેલો હાથ રાંધીને એમાં પીરસાય છે. પહેલાં એ હાથને સાફ કરીને એના પર આદું, લસણ અને પ્યાજની પેસ્ટ અને મસાલા લગાવીને મૅરિનેટ કરવામાં આવે છે. એ પછી એને બે કલાક સુધી ખાસ હર્બવાળા પાણીમાં પકાવવામાં આવે છે. આખી ડિશ રંધાઈને તૈયાર થતાં ૩ કલાક લાગે છે. એક ડિશની કિંમત લગભગ ૪૩૦૦ રૂપિયા છે. મગરમચ્છના પગ એમ આસાનથી મળી રહેતા ન હોવાથી રોજ આ રેસ્ટોરાં માત્ર બે જ ડિશ વેચે છે અને એ માટે પહેલેથી બુકિંગ કરાવી રાખવું પડશે. અનોખી ડિશ માટે લાંબું વેઇટિંગ લિસ્ટ ઑલરેડી છે અને અત્યારે ઑગસ્ટ મહિનાના અંત સુધીનું બુકિંગ ઑલરેડી થઈ ચૂક્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 11:46 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK