ઇથિયોપિયાના મેકેલ ટાઉનમાં ૭૬ વર્ષનાં વોઝીરો મેડિન નામનાં બહેને એક દીકરાને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે. તેમના સમાજમાં બાળકના જન્મને ૪૦ દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવે છે.
ઇથિયોપિયાના મેકેલ ટાઉનમાં ૭૬ વર્ષનાં વોઝીરો મેડિન નામનાં બહેને એક દીકરાને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે
અત્યાર સુધીની હિસ્ટરીમાં સૌથી મોટી વયે બાળકને જન્મ આપનારી મહિલાની ઉંમર ૯૦ વર્ષની હોવાનું નોંધાયું છે. સારા નામની મહિલાએ ૯૦ વર્ષની ઉંમરે આઇઝૅક નામના દીકરાને જન્મ આપેલો. જોકે હવે આના જેવી જ બીજી ઘટના ઇથિયોપિયામાં બની છે એવું આફ્રિકન દેશોનાં ન્યુઝ-પોર્ટલ્સ પર ફરી રહ્યું છે. ઇથિયોપિયાના મેકેલ ટાઉનમાં ૭૬ વર્ષનાં વોઝીરો મેડિન નામનાં બહેને એક દીકરાને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે. તેમના સમાજમાં બાળકના જન્મને ૪૦ દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવે છે. તાજેતરમાં ૪૦ દિવસ પૂરા થયા પછી ચર્ચમાં નામકરણની ખાસ વિધિ રાખવામાં આવી ત્યારે આ ઘટના જાહેર થઈ હતી. વોઝીરોબહેનનું કહેવું છે કે પ્રેગ્નન્સીની શરૂઆતના સમયમાં તેમને ખબર જ નહોતી પડી કે તેઓ પ્રેગ્નન્ટ છે. તેમના પરિવારજનોએ સ્થાનિક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે વોઝીરોએ નૅચરલ પ્રસૂતિથી બાળકને જન્મ આપ્યો છે. જોકે આવું કઈ રીતે શક્ય બન્યું એ વિશેનાં મેડિકલ પ્રમાણો વિશે ક્યાંય કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

