Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૮૩ વર્ષ સુધી ઘર-પરિવાર સંભાળ્યાં, હવે સોલો ટ્રિપ પર દુનિયા ફરવા નીકળ્યાં માજી

૮૩ વર્ષ સુધી ઘર-પરિવાર સંભાળ્યાં, હવે સોલો ટ્રિપ પર દુનિયા ફરવા નીકળ્યાં માજી

Published : 12 June, 2026 02:51 PM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર રશિયાનાં ૮૩ વર્ષનાં માજી આજકાલ ચર્ચામાં છે. એલેના અરખોવા નામનાં માજી સાઇબીરિયાનાં નિવાસી છે.

એલેના અરખોવા

અજબ ગજબ

એલેના અરખોવા


સોશ્યલ મીડિયા પર રશિયાનાં ૮૩ વર્ષનાં માજી આજકાલ ચર્ચામાં છે. એલેના અરખોવા નામનાં માજી સાઇબીરિયાનાં નિવાસી છે. બીજા વિશ્વયુદ્ધને નજરોનજર નિહાળનારાં એલેનાએ ખૂબ જ કરકસરથી અને કટોકટીભરી સ્થિતિમાં જીવન ગુજાર્યું છે. આર્થિક તંગી એટલી હતી કે ફરવા જવાનો તો વિચાર પણ પોસાય એવો નહોતો. આખી જુવાની અને પ્રૌઢાવસ્થા દરમ્યાન ફૂલો અને હાથેથી ગૂંથેલાં આર્ટિફેક્ટ્સ વેચીને વધારાની ઇન્કમ કમાઈને ઘર ચલાવ્યું અને રિટાયર થયા પછી પેન્શન અને થોડી-ઘણી બચતથી જીવન ઠરીઠામ થયું. એ પછી બાએ પોતાનું દુનિયા ફરવાનું સપનું અમલમાં મૂક્યું છેક ૮૩મા વર્ષે. સાથે ફરવા આવી શકે એવો કોઈ સંગી-સાથી હતો નહીં એટલે તેમણે સોલો ટ્રાવેલ જ શરૂ કર્યું છે. એક વર્ષમાં તેઓ જર્મની, ઇટલી, થાઇલૅન્ડ, વિયેટનામ, ટર્કી, ઇઝરાયલ અને મૉન્ગોલિયા જેવા અનેક દેશો ફરી વળ્યાં છે. ઊંટની સવારી કરવી કે બાઇક પર લિફ્ટ લઈને ટ્રાવેલ કરવું પણ તેમને ગમે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 02:51 PM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK