એ ઘટના પછી ચૅલેન્જ આપનાર યુવક સામે કેસ થયો છે અને તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે
અજબગજબ
સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર
થાઇલૅન્ડના થાનાકાન કાન્થી નામના ૨૧ વર્ષના સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ૩૦,૦૦૦ થાઇ બાથ એટલે કે લગભગ ૭૫૦૦૦ રૂપિયા કમાવાની લાયમાં જીવ ગુમાવ્યો છે. પચીસમી ડિસેમ્બરે એક મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ચૅલેન્જ લાગી હતી કે જે વ્યક્તિ ૩૫૦ મિલીલીટરની આખી વ્હિસ્કીની બૉટલ ખાલી કરી જશે તેને ૧૦,૦૦૦ થાઈ બાથ મળશે. જેટલી બૉટલ એટલા રૂપિયા. આ પડકારને જરા વધુપડતા જ સિરિયલસી લઈને થાનાકાનભાઈએ ૨૦ મિનિટમાં બે વ્હિસ્કીની બૉટલ ગટગટાવી લીધી. એ પછી પણ તે અટક્યો નહીં. વધુ પૈસા કમાવાની લાયમાં તેણે ત્રીજી બૉટલ પીવાની શરૂઆત કરી અને પછી બેભાન થઈને પડી ગયો. હૉસ્પિટલ લઈ જવાયો, પણ તેનો જીવ બચી શક્યો નહીં. એ ઘટના પછી ચૅલેન્જ આપનાર યુવક સામે કેસ થયો છે અને તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે.