એક મહિલા બે સંતાનો સાથે ટ્રાવેલ કરી રહી હતી. ૮ વર્ષની દીકરી અને ૩ વર્ષનો દીકરો. મુસાફરી દરમ્યાન બન્ને બાળકો બસમાં રમવા નીકળી પડ્યાં હતાં. એ વખતે મહિલા મોબાઇલ પર વાત કરવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે દીકરો છેક ડ્રાઇવરની કૅબિન સુધી પહોંચી ગયો.
બાળક ચાલતી બસમાંથી બહાર પડી ગયું
એક પ્રાઇવેટ લક્ઝરી બસ રાજકોટથી સુરત જઈ રહી હતી ત્યારે એ બસમાંથી ૩ વર્ષનું એક બાળક ચાલતી બસમાંથી નીચે પડી ગયું હતું. એક મહિલા બે સંતાનો સાથે ટ્રાવેલ કરી રહી હતી. ૮ વર્ષની દીકરી અને ૩ વર્ષનો દીકરો. મુસાફરી દરમ્યાન બન્ને બાળકો બસમાં રમવા નીકળી પડ્યાં હતાં. એ વખતે મહિલા મોબાઇલ પર વાત કરવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે દીકરો છેક ડ્રાઇવરની કૅબિન સુધી પહોંચી ગયો અને તેને ખબર જ નહીં. કૅબિનમાં પહોંચ્યા પછી બસની સ્પીડને કારણે બાળક સંતુલન જાળવી શક્યું નહીં. જોકે એ જ વખતે ડ્રાઇવરનું ધ્યાન પડ્યું અને તેણે હાથ લંબાવીને બાળકને પકડવાની કોશિશ કરી. બાળક દૂર હતું અને બીજા હાથમાં સ્ટીઅરિંગ હતું એટલે ડ્રાઇવરે બૂમો પાડીને અંદરના પૅસેન્જરો પાસે મદદ માગી, પણ કોઈએ અવાજ પર ધ્યાન ન આપ્યું. ડ્રાઇવરે બસની સ્પીડ ઘટાડી દીધી હતી એમ છતાં બાળક બસમાંથી નીચે પડી ગયું. બસ રોકાઈ એટલે ડ્રાઇવરની બૂમો પેલી મહિલાને સંભળાઈ અને તે તરત દોડીને નીચે ગઈ. ડ્રાઇવરની સજગતાને કારણે બાળકને મામૂલી ઈજા થઈ હતી.
