કેટલાક લોકોએ તો ૮૦૦૦ યુઆન એટલે કે લગભગ ૧.૧૦ લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી, પણ ખેડૂતભાઈએ એને વેચવાની ના પાડી દીધી હતી.
આ જોઈને ખેડૂતભાઈ ડરી ગયા. તેને થયું કે ખેતરમાં કોઈએ લાશ તો નથી છુપાવીને?
ચીનમાં એક ખેડૂતભાઈએ ખેતરમાં પર્પલ યેમ એટલે કે રતાળુની ખેતી કરી હતી. ગુઆંગડોન્ગમાં રહેતા આ ખેડૂતને થોડા દિવસ પહેલાં રતાળુનો પાક લણતી વખતે જબરદસ્ત આંચકો લાગ્યો હતો. કંદ કાઢવા માટે ખોદકામ કરતી વખતે ખેડૂતને માણસની પાંચ આંગળીવાળો હાથ મળ્યો હતો. લગભગ કાંડું પણ સ્પષ્ટ દેખાતું હતું. એ જોઈને પહેલાં તો ખેડૂતભાઈ ડરી ગયા. તેને થયું કે ખેતરમાં કોઈએ લાશ તો નથી છુપાવીને? તેણે આસપાસનો ભાગ ખોદ્યો પણ બીજું કંઈ જ ન મળ્યું. એ હાથની ઉપરની સહેજ ત્વચા ખોતરતાં તેને ખાતરી થઈ ગઈ કે આ રતાળુ જ છે. તેણે સોશ્યલ મીડિયા પર આ હાથના શેપનું રતાળુ શૅર કર્યું હતું. આ ખબર આસપાસમાં ફેલાતાં આ અનોખા શેપના કંદને ખરીદવા માટે હોડ લાગી હતી. માન્યામાં નહીં આવે પણ કેટલાક લોકોએ તો ૮૦૦૦ યુઆન એટલે કે લગભગ ૧.૧૦ લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી, પણ ખેડૂતભાઈએ એને વેચવાની ના પાડી દીધી હતી.
