Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રોહિત શેટ્ટીની ઘરની બહાર થયેલા ફાયરિંગ-કેસની તપાસમાં શૂટરોને હવાલાથી પૈસા ચૂકવાયા હતા

રોહિત શેટ્ટીની ઘરની બહાર થયેલા ફાયરિંગ-કેસની તપાસમાં શૂટરોને હવાલાથી પૈસા ચૂકવાયા હતા

Published : 06 April, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૅન્ગે ફન્ડને ચૅનલાઇઝ કરવા અને યોજનાને અમલમાં મૂકવા માટે એના નેટવર્કનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી


ફિલ્મનિર્માતા રોહિત શેટ્ટીના મુંબઈના નિવાસસ્થાન બહાર થયેલા ગોળીબારની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ સંકેત આપ્યો છે કે આ હુમલા માટે સંપૂર્ણપણે નાણાં હવાલા ચૅનલો દ્વારા આપવામાં આવ્યાં હતાં.

તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર આરોપી શૂટર ગોલુ પંડિતને ઔપચારિક બૅન્કિંગ -સિસ્ટમો દ્વારા નહીં પણ ગેરકાયદે હવાલા નેટવર્ક દ્વારા ફન્ડ મળ્યું હતું. આ પૈસા નેપાલ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક સ્થળોએ મોકલવામાં આવ્યા હોવાનો આરોપ છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બિશ્નોઈ ગૅન્ગ સાથે જોડાયેલા ઑપરેટર આરઝૂ બિશ્નોઈને આ ફાઇનૅન્શ્યલ કામગીરી સોંપવામાં આવી હતી. ગૅન્ગે ફન્ડને ચૅનલાઇઝ કરવા અને યોજનાને અમલમાં મૂકવા માટે એના નેટવર્કનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK