Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફ્લાઇટ મોડી થતાં ખેડૂતનો ફણસનો છોડ બગડી ગયો, ઍરલાઇને આપવું પડ્યું ૯૦,૭૫૦ રૂપિયાનું વળતર

ફ્લાઇટ મોડી થતાં ખેડૂતનો ફણસનો છોડ બગડી ગયો, ઍરલાઇને આપવું પડ્યું ૯૦,૭૫૦ રૂપિયાનું વળતર

Published : 11 June, 2026 02:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકફ્રૂટ એટલે કે ફણસની અનેક જાતિઓ છે. કેટલીક જાતિઓ એટલી દુર્લભ છે કે એના છોડની કિંમત પણ હજારો રૂપિયાની છે. તાજેતરમાં એક છોડ બગડી જવા બદલ ઍરલાઇને હજારો રૂપિયાનું વળતર મુસાફરને ચૂકવવું પડ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


જૅકફ્રૂટ એટલે કે ફણસની અનેક જાતિઓ છે. કેટલીક જાતિઓ એટલી દુર્લભ છે કે એના છોડની કિંમત પણ હજારો રૂપિયાની છે. તાજેતરમાં એક છોડ બગડી જવા બદલ ઍરલાઇને હજારો રૂપિયાનું વળતર મુસાફરને ચૂકવવું પડ્યું હતું. વાત એમ હતી કે એક ખેડૂત કોચીથી ઇન્ડોનેશિયા ખાસ જૅકફ્રૂટનો છોડ લેવા ગયેલો. ત્યાંથી એ છોડ લઈને ઍર એશિયાની ફ્લાઇટમાં પાછો આવી રહ્યો હતો. જોકે એ ફ્લાઇટ ડીલે થઈ ગઈ એને કારણે તેની કોચીની કનેક્ટિંગ ફ્લાઇટ મિસ થઈ ગઈ. આ બધી પળોજણ પછી જ્યારે તે કોઈક રીતે મૅનેજ કરીને પોતાના ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં ફણસનો છોડ બગડી ગયો હતો. એ પછી ખેડૂતે ઍરએશિયા પર આરોપ લગાવ્યો કે ઍરલાઇને પ્રૉપર જાણકારી ન આપી હોવાથી તેને મોટું નુકસાન થયું હતું. કન્ઝ્યુમર કોર્ટમાં આ ખટલો ચાલ્યો અને કોર્ટે માન્ય રાખ્યું કે ખાસ પ્રજાતિનો છોડ બગડી ગયો એ ખેડૂતનું મોટું નુકસાન છે, એ નુકસાન ભરપાઈ કરવા માટે ઍર એશિયાએ ઇન્ડોનેશિયાથી કોચીનું ભાડું વ્યાજ સાથે પાછું આપવું જોઈએ. એ રકમ થતી હતી ૯૦,૭૫૦ રૂપિયા. 


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK