દરદી ટાઇટેનિયમના કૃત્રિમ હૃદયથી અઠવાડિયું જીવ્યો
કૃત્રિમ હૃદય
અમેરિકાના વિજ્ઞાનીઓએ અદ્ભુત ચમત્કાર કરી બતાવ્યો છે. વિજ્ઞાનીઓએ ટાઇટેનિયમથી કૃત્રિમ હૃદય બનાવ્યું હતું. તેમણે ૫૮ વર્ષના દરદીનું ખરાબ થઈ ગયેલું હૃદય કાઢીને આ કૃત્રિમ હૃદય મૂક્યું હતું. તબીબોના કહેવા પ્રમાણે દરદીની છાતીમાં એ કૃત્રિમ હૃદયે આઠ દિવસ સુધી કામ કર્યું હતું. કૃત્રિમ હૃદયના ટ્રાન્સપ્લાન્ટનો આ વિશ્વનો પ્રથમ પ્રયોગ હોવાનો દાવો પણ કરાયો છે. યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનની દેખરેખ હેઠળ ટેક્સસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની મેડિકલ ડિવાઇસ કંપની બાઇવેકરે ટાઇટેનિયમનું કૃત્રિમ હૃદય બનાવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટના જ વાયલર સેન્ટ લ્યુક મેડિકલ સેન્ટરમાં એનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. માનવહૃદયનાં તમામ કાર્યો કરી શકે એ માટે કૃત્રિમ હૃદય બનાવાયું છે, પરંતુ ટોટલ આર્ટિફિશ્યલ હાર્ટ અસલી હૃદયની જેમ ધબકતું નથી. આ હૃદય મિનિટદીઠ ૧૨ લીટરના દરે લોહીનું પરિભ્રમણ કરે છે.

