‘લાલો... શ્રી કૃષ્ણ સદા સહાયતે’ ૯ જાન્યુઆરીએ હિન્દીમાં આખા ભારતમાં રિલીઝ થવાની છે
લૉન્ચિંગ પછી ટીમે નાથદ્વારામાં પ્રભુ શ્રીનાથજીનાં દર્શન કર્યા
ગુજરાતીમાં ૧૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરી ચૂકેલી સુપરહિટ ફિલ્મ ‘લાલો... શ્રી કૃષ્ણ સદા સહાયતે’ ૯ જાન્યુઆરીએ હિન્દીમાં આખા ભારતમાં રિલીઝ થવાની છે. આ હિન્દી રિલીઝ પહેલાં ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા અને સમગ્ર ટીમની હાજરીમાં બીજી જાન્યુઆરીએ રાજસ્થાનના નાથદ્વારામાં ફિલ્મનાં હિન્દી ગીતો લૉન્ચ કરવામાં આવ્યાં હતાં અને એમાં નાથદ્વારાના લોકોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લૉન્ચિંગ પછી ટીમે નાથદ્વારામાં પ્રભુ શ્રીનાથજીનાં તેમ જ દિવ્ય છપ્પનભોગનાં દર્શન કરીને નાથદ્વારાના પવિત્ર પ્રધાનપીઠ શ્રીનાથજી મંદિરના વારસદાર અને યુવરાજ શ્રી ગોસ્વામી વિશાલબાવાના પવિત્ર આશીર્વાદ પણ લીધા હતા.


