અપપાંગ, અલાંગ અને આહૂ નામના ત્રણ અમૂર ફાલ્કન એટલે કે એક પ્રકારના બાજ પર વન્યજીવ વૈજ્ઞાનિકોએ અનોખો પ્રયોગ કર્યો હતો. આ બાજને GPS ટ્રૅકર લગાવીને તેમને દક્ષિણ આફ્રિકાની યાત્રા પર મોકલવામાં આવ્યા હતા.
પાંચ દિવસમાં ૬૧૦૦ કિલોમીટરની મંઝિલ કાપીને ભારતથી કેન્યા પહોંચ્યો અમૂર ફાલ્કન
અપપાંગ, અલાંગ અને આહૂ નામના ત્રણ અમૂર ફાલ્કન એટલે કે એક પ્રકારના બાજ પર વન્યજીવ વૈજ્ઞાનિકોએ અનોખો પ્રયોગ કર્યો હતો. આ બાજને GPS ટ્રૅકર લગાવીને તેમને દક્ષિણ આફ્રિકાની યાત્રા પર મોકલવામાં આવ્યા હતા. આ પ્રયોગ બાજ લગાતાર કેટલું લાંબું ઊડી શકે છે એ તપાસવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં જોવા મળ્યું હતું કે અપપાંગ નામનો બાજ નૉન-સ્ટૉપ ૬૧૦૦ કિલોમીટર ઊડ્યો હતો, જ્યારે અલાંગ નામનો બાજ ૫૬૦૦ કિલોમીટર લગાતાર ઊડ્યો હતો. જોકે માદા બાજ આહૂની ઉંમર નાની હોવાને કારણે એને વધુ સમય લાગ્યો હતો. ભારતીય વન્યજીવ સંસ્થાનના મણિપુરના વૈજ્ઞાનિકોએ ફાલ્કન ટ્રૅકિંગ પરિયોજના અંતર્ગત આ પ્રયોગ કર્યો હતો. અપપાંગ અને અલાંગનું વજન જસ્ટ ૧૫૦ ગ્રામ જેટલું જ છે. ઓછા વજન સાથે આ પંખીઓ રોજના લગભગ ૧૦૦૦ કિલોમીટર જેટલું અંતર ઊડીને કાપી શકે છે.


