કાર્ડમાં આધાર નંબર, નામ, સરનામું, જન્મતારીખ અથવા અન્ય માહિતી નહીં હોય
પ્રતીકાત્મક તસવીર
દેશમાં આધાર કાર્ડ ઇશ્યુ કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડને ફરીથી ડિઝાઇન કરવાનું વિચારી રહી છે. ભવિષ્યમાં આધાર કાર્ડમાં ફક્ત ફોટો અને ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ હોઈ શકે છે. આનો અર્થ એ છે કે કાર્ડમાં આધાર નંબર, નામ, સરનામું, જન્મતારીખ અથવા અન્ય માહિતી નહીં હોય.
આ સંદર્ભમાં UIDAIના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ભુવનેશ કુમારે એક ઑનલાઇન કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘આધાર કાર્ડની ફોટોકૉપીનો દુરુપયોગ અટકાવવા માટે નવા નિયમો વિકસાવવામાં આવી રહ્યા છે. આ પછી આધાર કાર્ડની ફોટોકૉપી જોયા અને સબમિટ કર્યા પછી પણ તમારી વિગતો અન્ય કોઈ વ્યક્તિ, સંસ્થા, ઑફિસ અથવા કંપનીને ઉપલબ્ધ રહેશે નહીં.’


