અદિતિ કાયદાની માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે છતાં તેને લંડનમાં ઢંગની જૉબ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. આ વાતની તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નિખાલસ કબૂલાત કરી છે.
લંડનમાં અદિતિ કુકરેજા નામની ભારતીય યુવતી
લંડનમાં અદિતિ કુકરેજા નામની ભારતીય યુવતીએ છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ કંપનીમાં ૨૦૦૦ જેટલી પોઝિશન માટે નોકરીની અરજી કરી હતી, પણ એ દરેકમાં તેને રિજેક્શન મળ્યું હતું. એવું નથી કે તે પૂરતું ભણેલી નથી. અદિતિ કાયદાની માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે છતાં તેને લંડનમાં ઢંગની જૉબ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. આ વાતની તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નિખાલસ કબૂલાત કરી છે. ૨૦૨૪ના માર્ચમાં તેણે લંડનની ક્વીન મૅરી યુનિવર્સિટીમાંથી લૉની માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. મૂળ રાયપુરની આ યુવતીને હવે તો રિજેક્શનની આદત પડી ગઈ છે એટલે હવે તેને કોઈ આઘાત નથી લાગતો. હવે તો તે દરેક રેસ્ટોરાં, બાર કે કૅફેમાં જાય ત્યારે નોકરી જોઈએ છે એવી અરજી સાથે ઍપ્લિકેશન કરતી રહે છે છતાં હજી સુધી કામયાબી હાથ નથી લાગી. તેનું કહેવું છે કે પહેલાં બહુ ક્ષોભ થતો હતો કે મને નોકરી નથી મળતી, પણ હવે મને કોઈ જૉબ આપશે તો આશ્ચર્ય થશે.

